National

વધુ એક વખત ભારત સરકારે પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા આહ્વાન કર્યું

‘૧૩ ભારતીયોને બચાવાયા‘: ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારત સરકારે નિંદા કરી

પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતા, ભારતે રવિવારે ઓમાનના દરિયાકાંઠે એક વ્યાપારી જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી હતી. ભારતે જણાવ્યું હતું કે જહાજ પર ૧૪ ભારતીયો સવાર હતા, જેમાંથી ૧૩ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગુમ થયેલા એક ભારતીય નાગરિકની શોધખોળ ચાલુ છે.

વિદેશ મંત્રાલય (સ્ઈછ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બચાવ કામગીરી માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહીને સક્રિયપણે સંકલન સાધી રહ્યું છે.

મંત્રાલયે બચાવી લેવાયેલા ભારતીય નાગરિકોને મદદ કરવા બદલ ઓમાનના સત્તાવાળાઓનો આભાર પણ માન્યો હતો.

વિદેશ મંત્રાલયે કહ્યું, “અમે તણાવ ઘટાડવાની અને આ પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે વાતચીત તથા મુત્સદ્દીગીરીનો માર્ગ અપનાવવાની અમારી અપીલનું પુનરાવર્તન કરીએ છીએ.”

મંત્રાલયે વધુમાં ઉમેર્યું, “આ પ્રદેશમાં વ્યાપારી જહાજાે, નાવિકો, નાગરિકો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવી અસ્વીકાર્ય છે. અમે એ પણ આગ્રહ કરીએ છીએ કે આ પ્રદેશના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત અને સુરક્ષિત અવરજવર તથા વેપારનો પ્રવાહ વહેલી તકે પુન:સ્થાપિત કરવામાં આવે.”

વડાપ્રધાન મોદીએ ‘નાવિકો માટે કટોકટી સહાય નેટવર્ક‘ સ્થાપવાની હાકલ કરી

દિવસની શરૂઆતમાં ‘સ્ ઈઙ્મ ય્ટ્ઠૈટ્ઠ‘ જહાજ પર થયેલો હુમલો આ પ્રદેશમાં વ્યાપારી જહાજાે પર થયેલા હુમલાઓની શ્રેણીમાં તાજેતરની ઘટના છે. ભારત આ મુદ્દાને સતત ઉઠાવતું રહ્યું છે અને નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રદેશમાં યુએસ-ઈરાન સંઘર્ષ શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં માર્યા ગયેલા ૧૬ ભારતીયોમાં ૧૦ ભારતીય નાવિકોનો સમાવેશ થાય છે.

શનિવારે નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ સમિટમાં સંબોધન કરતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અને પ્રાદેશિક સંકટને કારણે વધતા જાેખમોનો સામનો કરી રહેલા નાવિકોની સુરક્ષા માટે ‘નાવિકો માટે કટોકટી સહાય નેટવર્ક‘ સ્થાપવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક વેપારના પ્રવાહમાં નાવિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેથી તેમની સુરક્ષા દરેક માટે પ્રાથમિકતા હોવી જાેઈએ.

વડાપ્રધાને કહ્યું હતું, “નાવિકો વૈશ્વિક વેપારમાં મોટું યોગદાન આપે છે, તેમ છતાં મુશ્કેલ સમયમાં તેમને ઘણીવાર પૂરતો સહયોગ મળતો નથી. હું પ્રસ્તાવ મૂકું છું કે આપણે ‘નાવિકો માટે કટોકટી સહાય નેટવર્ક‘ સ્થાપિત કરીએ.”

તેમણે ઉમેર્યું, “આ નેટવર્ક સંબંધિત દેશોના દરિયાઈ સત્તાવાળાઓ અને રાજદ્વારી મિશનને જાેડશે, જેનાથી કટોકટીના સંકેતો, તબીબી સહાય, પરિવારને જાણ કરવા અને સુરક્ષિત સ્થળાંતર જેવી બાબતોમાં મદદ મળી રહેશે.”