National

ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ રૂ. ૧.૮૭ લાખ કરોડને પાર; કારીગરોના મહેનતાણામાં ૨૭૫% સુધીનો વધારો

ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે છેલ્લા ૧૨ વર્ષમાં રોજગારી સર્જનમાં ૫૬ ટકાનો વધારો નોંધાવ્યો, ૨.૦૪ કરોડ લોકોને રોજગારી પૂરી પાડી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે છેલ્લા ૧૨ વર્ષોમાં વૃદ્ધિ અને પરિવર્તનની એક અસાધારણ સફર પાર કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ રૂ. ૧,૮૭,૧૦૫ કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વેચાણનો આંકડો છે અને તે ગ્રામીણ ભારતમાં વધતી જતી સાહસિકતા, આર્ત્મનિભરતા અને આર્થિક સશક્તિકરણનો એક મજબૂત પુરાવો છે. ‘આર્ત્મનિભર ભારત‘, ‘વોકલ ફોર લોકલ‘ અને ‘લોકલ ટુ ગ્લોબલ‘ જેવા રાષ્ટ્રીય અભિયાનોથી પ્રેરિત થઈને ખાદી હવે માત્ર એક પરંપરાગત ઉત્પાદન નથી; તે ‘નવા ભારતના‘ આર્ત્મનિભર, સ્વદેશી ગૌરવ અને ગ્રામીણ સમૃદ્ધિના એક જીવંત પ્રતીક તરીકે વિકસિત થઈ છે. ઉત્પાદન, માર્કેટિંગ અને રોજગારી સર્જનમાં નવા બેન્ચમાર્ક (માનદંડો) સ્થાપિત કરીને, ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે દેશના ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઊર્જા અને દિશા પૂરી પાડી છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (દ્ભફૈંઝ્ર) દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના કામચલાઉ આંકડા જાહેર

નવી દિલ્હીના રાજઘાટ સ્થિત ગાંધી દર્શન ખાતે આવેલી દ્ભફૈંઝ્રની ઓફિસમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના કામચલાઉ આંકડા જાહેર કરતી વખતે દ્ભફૈંઝ્રના ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે આયોગે ઉત્પાદન, વેચાણ અને રોજગારી સર્જનના ક્ષેત્રોમાં નવા રેકોર્ડ સ્થાપ્યા છે. તેમણે રેખાંકિત કર્યું કે, વર્ષ ૨૦૧૩-૧૪ની સરખામણીમાં છેલ્લા ૧૨ વર્ષમાં વેચાણમાં ૫૦૧ ટકા, ઉત્પાદનમાં ૩૮૦ ટકા અને રોજગારી સર્જનમાં ૫૬ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. અગાઉના વર્ષોની વૃદ્ધિ પર પ્રકાશ પાડતા તેમણે નોંધ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૦૧૩-૧૪ની સરખામણીમાં વેચાણમાં ૪૪૭ ટકા અને ઉત્પાદનમાં ૩૪૭ ટકાનો વધારો થયો હતો; તેવી જ રીતે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૦૧૩-૧૪ની સરખામણીમાં વેચાણમાં ૪૦૦ ટકા અને ઉત્પાદનમાં ૩૧૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ રૂ. ૧.૮૭ લાખ કરોડની મર્યાદાને પાર

ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે દ્ભફૈંઝ્ર દ્વારા આ નોંધપાત્ર પ્રદર્શન માત્ર ‘વિકસિત ભારતજ્ર૨૦૪૭‘ના સંકલ્પને વેગ આપી રહ્યું નથી પરંતુ ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થામાં સ્થાન અપાવવા તરફ પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. તેમણે આ સિદ્ધિનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અસરકારક માર્ગદર્શન, મહાત્મા ગાંધીમાંથી મળેલી પ્રેરણા અને દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા લાખો કારીગરોની સખત મહેનતને આપ્યો હતો. દ્ભફૈંઝ્રના ચેરમેને વધુમાં માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન રૂ. ૨૬,૧૦૯ કરોડ હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં લગભગ પાંચ ગણું વધીને, ૩૮૦ ટકાનો ઉછાળો નોંધાવીને રૂ. ૧,૨૫,૨૯૬ કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં વેચાણ રૂ. ૩૧,૧૫૪ કરોડ હતું, તે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં લગભગ છ ગણું વધીને, ૫૦૧ ટકાની અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવીને રૂ. ૧,૮૭,૧૦૫ કરોડ પર પહોંચ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વેચાણનો આંકડો દર્શાવે છે.

ખાદી કાપડના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વૃદ્ધિ

ખાદી કાપડ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ જાેવા મળી છે. ઉત્પાદન, જે ૨૦૧૩-૧૪માં રૂ. ૮૧૧ કરોડ હતું, તે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વધીને રૂ. ૩,૯૭૪ કરોડ થયું છે, જે આશરે ૩૯૦ ટકાનો વધારો દર્શાવે છે. સાથે જ, વેચાણ રૂ. ૧,૦૮૧ કરોડથી વધીને રૂ. ૭,૮૬૯ કરોડ સુધી પહોંચી ગયું છે, જે આશરે ૬૨૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. પ્રધાનમંત્રી દ્વારા ખાદીના સતત પ્રમોશન અને પ્રચારની સકારાત્મક અસર આ ક્ષેત્રની વધતી જતી સ્વીકૃતિ અને બજારના વિસ્તરણમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન અને વેચાણના નવા રેકોર્ડ

ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ જાેવા મળી છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન રૂ. ૨૫,૨૯૮ કરોડ હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વધીને રૂ. ૧,૨૧,૩૨૨ કરોડ થયું છે, જે આશરે ૩૮૦ ટકાનો વધારો છે. તેવી જ રીતે, વેચાણ રૂ. ૩૦,૦૭૩ કરોડથી વધીને રૂ. ૧,૭૯,૨૩૬ કરોડ થયું છે, જે આશરે ૪૯૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગ્રામોદ્યોગ ક્ષેત્રે રોજગારી સર્જનમાં પણ મોટું યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪માં આ ક્ષેત્રમાં ૧.૧૯ કરોડ લોકો કાર્યરત હતા, આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વધીને લગભગ ૧.૯૯ કરોડ થયો છે, જે ગ્રામીણ આજીવિકા ઊભી કરવામાં આ ક્ષેત્રની વધતી જતી ભૂમિકાને હાઇલાઇટ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘આર્ત્મનિભર ભારત‘ અને ‘ઘર-ઘર સ્વદેશી‘ જેવા અભિયાનોની અસરને કારણે ગ્રામોદ્યોગ ઉત્પાદનોની માંગમાં સતત વધારો જાેવા મળ્યો છે; પરિણામે, આ ક્ષેત્ર ગ્રામીણ ઉદ્યોગોના વિસ્તરણ, બજારના સુદ્રઢીકરણ અને રોજગારી સર્જન માટે એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે.

રોજગારી સર્જનમાં દ્ભફૈંઝ્રની ઐતિહાસિક સિદ્ધિ

દ્ભફૈંઝ્ર એ રોજગારી સર્જનના ક્ષેત્રમાં પણ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ખાદી અને ગ્રામોદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંચિત રોજગારી ૧.૩૦ કરોડ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વધીને ૨.૦૪ કરોડ થઈ છે, જે ૫૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે, આ રીતે ગ્રામીણ આજીવિકા પૂરી પાડવામાં દ્ભફૈંઝ્રની મહત્વની ભૂમિકા રેખાંકિત થાય છે.

ઁસ્ઈય્ઁ એ સ્વ-રોજગાર અને સાહસિકતાને નવો વેગ આપ્યો

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (ઁસ્ઈય્ઁ) હેઠળ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૬૬,૪૯૪ નવા એકમો સ્થાપવામાં આવ્યા હતા અને આ એકમો માટે રૂ. ૭,૩૭૫ કરોડની લોન સામે રૂ. ૨,૪૫૭ કરોડની માર્જિન મની સબસિડી વિતરિત કરવામાં આવી હતી. આ એકમો દ્વારા ૭,૩૧,૪૩૪ લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૪,૬૭૯ એકમો સ્થાપવામાં આવ્યા છે, જેના માટે કુલ રૂ. ૮૦,૭૦૫ કરોડની લોન સામે રૂ. ૨૯,૬૨૩ કરોડની માર્જિન મની સબસિડી આપવામાં આવી છે. આ પહેલ દ્વારા આજદિન સુધીમાં અંદાજે ૯૭.૯૫ લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ ટૂલ-કિટ વિતરણ દ્વારા કારીગરોનું સશક્તિકરણ

ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૫૧,૨૩૦ ઇલેક્ટ્રિક પોટરી વ્હીલ્સ (કુંભારી ચાકડા), ૨,૪૬,૦૯૯ બી-બોક્સ (મધમાખીના બોક્સ) અને મધમાખી વસાહતો, ૨,૬૭૪ ઓટોમેટિક અને પેડલથી ચાલતા અગરબત્તી બનાવવાના મશીનો, ૭,૬૬૯ ફૂટવેર મેન્યુફેક્ચરિંગ અને રિપેરિંગ ટૂલ-કિટ્સ, ૮૩૬ પેપર પ્લેટ અને દોના (પતરાળા) બનાવવાના મશીનો, એસી રિપેરિંગ, મોબાઇલ રિપેરિંગ, ટેલરિંગ (દરજીકામ), ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બર માટે ૭,૫૭૧ ટૂલ-કિટ્સ; ટર્નવૂડ, વેસ્ટ વૂડ ક્રાફ્ટ અને લાકડાના રમકડા બનાવવા માટે ૫,૧૩૮ મશીનો અને તાડના ગોળ, ઓઇલ ઘાણી નિષ્કર્ષણ અને આંબલી પ્રોસેસિંગ માટે ૧,૭૮૯ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન, આ યોજના હેઠળ ૩૭,૭૬૯ મશીનો, ટૂલકિટ્સ અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર વર્ષની સમીક્ષા દર્શાવે છે કે ૨૦૨૨-૨૩માં ૨૧,૮૭૪ એકમો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૯,૫૪૦, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૮,૯૦૪ અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૭,૭૬૯ મશીનો અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ, દ્ભફૈંઝ્ર એ અત્યાર સુધીમાં કુલ ૩,૨૩,૦૦૬ મશીનો, ટૂલકિટ્સ અને સાધનોનું વિતરણ કર્યું છે, જે ‘આર્ત્મનિભર ભારત‘ની અનુભૂતિ તરફ નોંધપાત્ર યોગદાન આપે છે.

દ્ભફૈંઝ્રના પ્રયાસો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન

દ્ભફૈંઝ્ર એ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન, દ્ભફૈંઝ્રના વિવિધ તાલીમ કાર્યક્રમો હેઠળ ૭૯,૬૮૨ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી; ખાસ કરીને, આ તાલીમાર્થીઓમાંથી ૪૭,૩૮૨ મહિલાઓ હતી, જે કુલ સંખ્યાના આશરે ૫૯ ટકા જેટલી થાય છે. વધુમાં, ઁસ્ઈય્ઁ યોજના હેઠળ, ૨૦૨૫-૨૬ દરમિયાન ૨૮,૧૮૦ મહિલા સાહસિકોએ વ્યાપારી એકમોની સ્થાપના કરી હતી, જેનાથી ૩,૦૯,૯૮૦ મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી થઈ હતી, આ આંકડો મહિલા સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આ યોજનાની મોટી ભૂમિકા પર ભાર મૂકે છે. ખાદી ક્ષેત્રના અંદાજે ૫,૦૦,૦૦૦ કારીગરોમાં મહિલાઓ ૮૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી હોવાથી, આ ક્ષેત્ર મહિલા સંચાલિત આર્થિક સશક્તિકરણ માટે એક અસરકારક માધ્યમ તરીકે કામ કરે છે.

કારીગરોના મહેનતાણામાં ૨૭૫% સુધીનો વધારો

કારીગરોને ચૂકવવામાં આવતા મહેનતાણામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે વર્ષ ૨૦૧૩-૧૪માં રૂ. ૪ પ્રતિ આંટી (હેન્ક) થી વધીને હાલના રૂ. ૧૫ પ્રતિ આંટી દર પર પહોંચી ગયું છે, જે આશરે ૨૭૫ ટકાનો વધારો દર્શાવે છે.

સરકારી ખરીદી, પ્રદર્શન વેચાણ અને રાષ્ટ્રીય ધ્વજની માંગમાં વૃદ્ધિ

આ સાથે, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોની સરકારી ખરીદી વધીને રૂ. ૯૨.૦૮ કરોડ થઈ છે, જે આ ક્ષેત્રની વધતી જતી સ્વીકૃતિ અને સંસ્થાકીય માંગમાં વધારો દર્શાવે છે. તેવી જ રીતે, ખાદી ઉત્પાદનો માટેના પ્રદર્શનો અને માર્કેટિંગ પહેલો દ્વારા રૂ. ૩૦.૮૩ કરોડનું વેચાણ નોંધાયું હતું, જે બજારના વિસ્તરણ અને ગ્રાહક જાેડાણને મજબૂત બનાવે છે. વધુમાં, રાષ્ટ્રીય ધ્વજના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ૨૦૧૩-૧૪માં રૂ. ૦.૮૭ કરોડથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨.૩૫ કરોડ થયો છે. આ વૃદ્ધિ દેશમાં ‘હર ઘર તિરંગા‘ જેવા જનઅભિયાનોની અસર તેમજ ખાદી સાથે લોકોના વધી રહેલા જાેડાણ પર ભાર મૂકે છે.