મુખ્યમંત્રી થલપતિ વિજયે તમિલનાડુની જનતાને ૩૦૦ નવી સ્ટેટ બસો શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન ખુદ ઝ્રસ્ વિજયે કર્યું છે. તેઓ બસમાં બેસીને શહેરની મુસાફરી કરતા પણ જાેવા મળ્યા છે. તમિલ સિનેમાના થલપતિ સી. જાેસેફ વિજય હવે, રાજ્યના મુખ્યમંત્રી છે, જેઓ પોતાની જનતાના હિતમાં અનેક કાર્યો કરી રહ્યા છે. સીએમ વિજયને મુખ્યમંત્રી પદ સંભાળ્યાને હજુ થોડો જ સમય થયો છે, પરંતુ તેઓ સારું કામ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. હવે તેમણે તમિલનાડુના લોકોને એક નવી ભેટ આપી છે.
સીએમ થલપતિ વિજયે ચેન્નાઈમાં ૩૦૦ નવી ડીઝલ અને સીએનજી સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને લીલી ઝંડી બતાવી છે. તેમણે સચિવાલયથી આ બસોનું ઉદ્ઘાટન કરવાની સાથે-સાથે તેમાં મુસાફરી પણ કરી હતી, સાથેજ બસમાં બેસીને વિજયે દરેક નાની-મોટી વિગતોનું ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં, તેમણે બસના કંડક્ટર સાથે પણ મુલાકાત કરી હતી.
છેલ્લા દોઢ મહિનામાં સીએમ વિજયે તમિલનાડુની જનતા માટે મોટા ર્નિણયો લીધા છે. જે દિવસે તેઓ સીએમ બન્યા, તે જ દિવસે તેમણે ૨૦૦ યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે રાજ્યમાં મહિલા સુરક્ષા અને ડ્રગ માફિયાઓ સામે લડવા માટે મહત્વના પગલાં ભર્યા. વિજયે રોજગારી માટે પણ નવી પહેલ શરૂ કરી છે.

