તમિલ વિદ્વાન, અભિનેતા અને જાણીતા વક્તા સોલોમન પપ્પૈયાનું ૯૦ વર્ષની વયે નિધન થયું છે. તેમણે શુક્રવારે, ૧૧ સપ્ટેમ્બરના રોજ મદુરાઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ તમિલ સાહિત્ય અને સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા હતા અને તેમના નિધન બાદ ચાહકો તથા ફિલ્મ જગતના સભ્યોએ તેમને યાદ કર્યા હતા.
સોલોમન પપ્પૈયાનું નિધન
મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, ઉંમર સંબંધિત બીમારીઓને કારણે શુક્રવારે સોલોમન પપ્પૈયાનું અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા જ પ્રભુદેવા, અભિનેતા-રાજકારણી વિજય અને જી. ધનંજયન સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
સોલોમન પપ્પૈયાને શ્રદ્ધાંજલિ
ભારતીય કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક પ્રભુદેવાએ સોલોમન પપ્પૈયાને યાદ કર્યા અને તેમના ‘X‘ (ટ્વિટર) હેન્ડલ પર શ્રદ્ધાંજલિ આપી. એક તસવીર શેર કરતા તેમણે લખ્યું, “સોલોમન પપ્પૈયા સરના નિધનથી ખૂબ જ દુ:ખ થયું છે. તમિલ ભાષાનો એક મહાન અવાજ, જે હંમેશા યાદ રહેશે.”
ફિલ્મ નિર્માતા જી. ધનંજયને પણ તેમના ‘ઠ‘ હેન્ડલ પર લખ્યું, “ઈંઇૈંઁર્જીર્ઙ્મર્દ્બહઁટ્ઠॅॅટ્ઠૈટ્ઠર સર. અમે તમારા જીવંત અને આનંદદાયક ‘પટ્ટી મંડ્રમ‘ (ચર્ચા મંચ/વાદ-વિવાદ કાર્યક્રમો) ને ખૂબ યાદ કરીશું.”
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ સોલોમન પપ્પૈયાને યાદ કર્યા અને દિવંગત વિદ્વાન-અભિનેતાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી. તેમની ‘ઠ‘ પોસ્ટમાં તેમણે તમિલ ભાષામાં લખ્યું હતું, જેનો અંગ્રેજી અનુવાદ આ મુજબ છે: “તમિલ વિદ્વાન પ્રોફેસર સોલોમન પપ્પૈયાના નિધનના સમાચાર જાણીને મને અપાર દુ:ખ અને પીડા થઈ છે; તેમણે વિવિધ મંચોના માધ્યમથી વિશ્વને તમિલ ભાષાની મહાનતા અને તમિલ લોકોની જીવનશૈલીથી માહિતગાર કર્યા હતા.”
તેમણે વધુમાં ઉમેર્યું, “હાસ્યરસથી ભરપૂર તેમના વક્તવ્ય, તમિલ ભાષા પરના તેમના ઊંડા પ્રભુત્વ અને સામાજિક વિચારોને સરળ રીતે લોકો સુધી પહોંચાડવાની તેમની ક્ષમતા દ્વારા પ્રોફેસર સોલોમન પપ્પૈયાએ માત્ર આ સિદ્ધિ જ હાંસલ ન કરી, પરંતુ આવા મંચોને માત્ર મનોરંજનના કાર્યક્રમોમાંથી બદલીને વિચારપ્રેરક પ્લેટફોર્મમાં પરિવર્તિત કર્યા – તેમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમનું જવું એ તમિલભાષી વિશ્વ માટે એક એવી મોટી ખોટ છે જેને પૂરી કરી શકાતી નથી. તેમના નિધનથી શોકગ્રસ્ત તમામ પરિવારજનો, સંબંધીઓ, મિત્રો અને તમિલ પ્રેમીઓ પ્રત્યે હું મારી ઊંડી સંવેદના અને સાંત્વના વ્યક્ત કરું છું.” અભિનેતા વિજય સેતુપતિએ પણ સોલોમન પપ્પૈયાની તસવીર શેર કરી અને ‘ઠ‘ પર લખ્યું, “તમિલ મંચનો એક સુવર્ણ યુગ આથમ્યો છે. શ્રી સોલોમન પપ્પૈયાનું અવસાન એ તમિલ ભાષા અને તમિલ લોકો માટે મોટી ખોટ છે; તેમણે તમિલ ભાષાને સરળ અને સુંદર રીતે રજૂ કરીને આ મંચને ઘર-ઘર સુધી પહોંચાડ્યું હતું. તેમના શબ્દો તમિલ ભાષામાં હંમેશા જીવંત રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.”
દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે લખ્યું, “હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મહાન તમિલ વિદ્વાન પ્રોફેસર સોલોમન પપ્પૈયાની આત્માને શાંતિ મળે. તેમણે સાહિત્યિક મંચને માત્ર શિક્ષિત વર્ગ પૂરતું સીમિત ન રાખતા, લોકપ્રિય શૈલીમાં સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું.”
સોલોમન પપ્પૈયા કોણ હતા?
જેઓ જાણતા નથી તેમના માટે જણાવી દઈએ કે, સોલોમન પપ્પૈયા ભારતનાં તમિલનાડુ રાજ્યના એક જાણીતા તમિલ વિદ્વાન, સાંસ્કૃતિક વ્યક્તિત્વ અને ટેલિવિઝન હસ્તી હતા. તેમની લાંબી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન, પપ્પૈયાએ મદુરાઈની ‘ધ અમેરિકન કોલેજ‘માં ત્રણ દાયકાથી વધુ સમય સુધી તમિલના પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
તેમણે ‘મુદલવન‘, ‘બોયઝ‘ અને ‘શિવાજી: ધ બોસ‘ જેવી ફિલ્મોમાં પણ નાની ભૂમિકાઓ (કેમિયો) ભજવી હતી. નોંધનીય છે કે, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને ૨૦૨૧માં ‘પદ્મશ્રી‘ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

