National

કેન્દ્ર સરકારનું વિઝન પૂર્વીય ભારતના વિકાસ દ્વારા ભારતના વિકાસનું છે: પીએમ મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે ?૪૭,૬૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

આદિવાસી સમાજના ઉત્થાન માટે, આપણે આદિવાસી યુવાનોને શિક્ષણ અને રોજગારની તકો સાથે જોડી રહ્યા છીએ: પીએમ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરા, સ્કિલ સેન્ટર અને પહાડપુર શાળામાં પૂજા-અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની થીમ “વિકાસ રા ધારા, ઓડિશા સારા” છે. શ્રી મોદીએ ?૪૭,૬૦૦ કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

ઓડિશાના લોકોને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે રાજ્ય હાલમાં ઉત્સવના રંગમાં ડૂબેલું છે, જેમાં તાજેતરમાં જ રાજા ઉત્સવ (ઇટ્ઠદ્ઘટ્ઠ હ્લીજંૈદૃટ્ઠઙ્મ) સંપન્ન થયો છે અને ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં મયૂરભંજની પ્રખ્યાત બારીપદા રથયાત્રાનો પણ સમાવેશ થાય છે. ઓડિશામાં ભાજપની આગેવાની હેઠળની સરકારના બે વર્ષ પૂર્ણ થવા બદલ ઓડિશાના લોકોને અભિનંદન આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ડબલ-એન્જિન સરકાર રાજ્યની વિકાસ યાત્રાને વેગ આપી રહી છે અને કલ્યાણકારી યોજનાઓ, રોકાણો, ઔદ્યોગિક વૃદ્ધિ અને રોજગારીની તકો દ્વારા સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.”

પ્રધાનમંત્રીએ ઓડિશાની પ્રતિષ્ઠિત હસ્તીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિના સર્જક પંડિત રઘુનાથ મુર્મુ, ડૉ. દમયંતી બેસરા અને શ્રી ચરણ હેમ્બ્રમ સામેલ છે. તેમણે સંથાલી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણ માટે ભારત સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં સંથાલી ભાષામાં ભારતના બંધારણની પ્રસ્તુતિનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જન્મદિવસની હાદિર્ક શુભેચ્છાઓ પાઠવતા શ્રી મોદીએ મયૂરભંજની ધરતી પરથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધીના તેમના ઉત્થાનને ઓડિશા અને દેશ માટે અત્યંત ગર્વની બાબત ગણાવી હતી. તેમણે રાષ્ટ્રપતિની જાહેર સેવા પ્રત્યેની સમર્પણ ભાવના, નમ્રતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ સાથે પહાડપુરની પોતાની મુલાકાતને યાદ કરતા પ્રધાનમંત્રીએ તેમના માર્ગદર્શન હેઠળ સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત વિશે વાત કરી હતી. “રાષ્ટ્રપતિ મુર્મુની પ્રેરણાદાયી ઉપસ્થિતિ બાળકોમાં, ખાસ કરીને આદિવાસી, વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના બાળકોમાં આત્મવિશ્વાસ અને મહત્વાકાંક્ષા જગાવી રહી છે,” તેમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

એક મોટી જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પહાડપુર ગામને સોલર વિલેજ (સૌર ગામ) તરીકે વિકસાવવામાં આવશે, જે દરેક ઘરમાં સૌર ઊર્જાનું ઉત્પાદન સુનિશ્ચિત કરશે. ઓડિશાના પ્રતિષ્ઠિત કોણાર્ક સૂર્ય મંદિર સાથે સમાનતા દર્શાવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પહાડપુર દેશ માટે એક મોડેલ સૌર-ઊર્જા સંચાલિત ગામ તરીકે ઉભરી આવશે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના નેતૃત્વ હેઠળની ઓડિશા સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાજ્ય તમામ ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ જોઈ રહ્યું છે.

તેમણે કેન્દ્ર સરકારના “ભારતના વિકાસ માટે પૂર્વીય ભારતનો વિકાસ” ના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે “પૂર્વોદય” નીતિ પૂર્વીય રાજ્યોની અગાધ સંભાવનાઓના દ્વાર ખોલી રહી છે. “કેન્દ્ર અને રાજ્ય સરકારો રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇવે, ઇકોનોમિક કોરિડોર, પોર્ટ્સ, ઊર્જા, સેમિકન્ડક્ટર્સ, ગ્રીન એનર્જી અને આધુનિક ઉદ્યોગોમાં રેકોર્ડ રોકાણ દ્વારા આ શક્તિઓનો સંપૂર્ણ લાભ લેવા માટે સાથે મળીને કામ કરી રહી છે,” તેમ શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું. “આશરે ?૪૭,૦૦૦ કરોડના પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી, જાહેર સેવાઓ, આર્થિક તકો અને ઓડિશાના લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરશે. ઓડિશા પૂર્વીય ભારતમાં વિકાસ અને સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સફરમાં મુખ્ય ભૂમિકા ભજવશે,” તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.