National

ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખર અગરતલાના પોલીસ મુખ્યાલયમાં મૃત હાલતમાં મળી આવ્યા

ત્રિપુરાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ,આઈપીએસ અધિકારી અનુરાગ ધનખર સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટર માં પોતાની ઓફિસમાંથી મૃત હાલતમાં મળી આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

અનુરાગ ધનકર ૧૯૯૪ બેચના IPS અધિકારી હતા જેમણે ત્રિપુરા પોલીસમાં ત્રણ દાયકાથી વધુ સમય સુધી સેવા આપી હતી. તેમણે મે ૨૦૨૫માં ત્રિપુરા પોલીસના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ધનકર અગાઉ રાજ્યના ગુપ્તચર વિભાગના ડ્ઢય્ઁ તરીકે સેવા આપી ચૂક્યા છે.

તેમણે CBI, BSF, CISF અને કોસોવોમાં UN શાંતિ રક્ષામાં પણ સેવા આપી હતી.

CBIના કાર્યકાળ દરમિયાન, ધનકરે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની તપાસ એજન્સીનું નેતૃત્વ કર્યું હતું.

અનુરાગ ધનકરે CBI માં અનેક મુખ્ય હોદ્દાઓ પણ સંભાળ્યા હતા, જેમાં પોલીસ અધિક્ષક, નાયબ મહાનિરીક્ષક, સંયુક્ત નિયામક અને વધારાના નિયામકનો સમાવેશ થાય છે. તેમણે સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ  માં ઇન્સ્પેક્ટર જનરલ (પર્સનલ) તરીકે પણ સેવા આપી હતી.

તેમણે ગૃહ મંત્રાલય હેઠળ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો પર વિશેષ તપાસ ટીમના અધ્યક્ષની ભૂમિકા પણ નિભાવી હતી.