સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત હાઈ-પાવર્ડ કમિટી (HPC) ના ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના આદેશ બાદ, ‘મહાદેવી‘ તરીકે પણ ઓળખાતી માધુરી નામની હાથણી કોલ્હાપુર સ્થિત નંદની સુવિધામાં પાછી ફરવા જઈ રહી છે. HPC એ કડક શરતોને આધીન માધુરીને કોલ્હાપુર પાછા ફરવાની મંજૂરી આપતો આદેશ પસાર કર્યો છે. આ શરતોમાં તેને સરઘસો કે અન્ય કોઈ હેતુ માટે ઉપયોગમાં ન લેવી, તેને ચોવીસ કલાક સંભાળ પૂરી પાડવી અને દર પખવાડિયે તેની તબીબી તપાસ કરાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. વંતારાએ જણાવ્યું હતું કે તે ૐઁઝ્ર ના અધિકારક્ષેત્રનો આદર કરે છે અને તેની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરશે.
વંતારા દ્વારા સતત સંભાળનું વચન
વંતારાએ કહ્યું કે માધુરીના કોલ્હાપુર પાછા ફરવાથી તેની જવાબદારી પૂરી થતી નથી; જાેકે સતત પશુ-ચિકિત્સા સંભાળ દ્વારા તેની સ્થિતિ સ્થિર થઈ છે, પરંતુ તેની જૂની (ક્રોનિક) બીમારીઓ સંપૂર્ણપણે દૂર થઈ નથી. તેને હજુ પણ યોગ્ય સંભાળ, સહાયક વ્યવસ્થાપન અને નિયમિત પશુ-ચિકિત્સા દેખરેખની જરૂર છે.
વંતારાએ તેના સ્થળાંતરને સરળ બનાવવા માટે યોગ્ય રહેઠાણની સ્થિતિ, પશુ-ચિકિત્સા માળખું, તબીબી સાધનો, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે.
“HPC ની સૂચના મુજબ, વંતારાના પશુચિકિત્સકો દર પખવાડિયે કોલ્હાપુરમાં હાથણીની તબીબી તપાસ કરવા અને સક્ષમ સત્તાવાળાઓને તેમના અહેવાલો સુપરત કરવા માટે મુલાકાત લેશે. આ બાબત સંભાળની સાતત્યતા અને તે જ્યાં પણ રાખવામાં આવે ત્યાં તેના કલ્યાણની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિશે છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
સુવિધાના અપગ્રેડેશનમાં વંતારા મદદ કરશે
વંતારાએ નંદની ખાતેના તે વાડા (એન્ક્લોઝર) અને સુવિધા પર પણ કામ કર્યું છે જ્યાં માધુરી હવે પાછી ફરી રહી છે. ઉપલબ્ધ માળખાગત સુવિધાઓની મર્યાદામાં રહીને, તેના માટે શ્રેષ્ઠ શક્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગની મર્યાદાઓને કારણે આ તબક્કે માળખાગત સુવિધાઓમાં વધુ સુધારા કરી શકાયા નથી, કારણ કે ટ્રસ્ટની જમીનમાંથી પસાર થતા રસ્તાને લીધે વિકાસ માટે ઉપલબ્ધ જમીન મર્યાદિત બની છે.
વંતારાએ કહ્યું કે માધુરીના કોલ્હાપુર પાછા ફરવાથી તેની જવાબદારી પૂરી થતી નથી.
“એકવાર માધુરી ત્યાં સ્થાયી થઈ જાય પછી, સુવિધાના અપગ્રેડેશન માટે વંતારા મઠને મદદ કરવા ઉપલબ્ધ રહેશે. જાે અદાલતો અથવા સક્ષમ સત્તાવાળાઓ દ્વારા નિર્દેશ આપવામાં આવે તો વંતારા આવા અપગ્રેડેશનમાં પણ સમાન રીતે સહાય કરશે,” તેમ તેમણે જણાવ્યું હતું. વંતારાએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે પ્રાણીઓના સાચા કલ્યાણ માટે તથ્યો, પશુચિકિત્સા વિજ્ઞાન, જવાબદારીપૂર્વકની સંભાળ, નિર્ધારિત પ્રક્રિયાઓનું સન્માન અને જીવનની કાયમી સુરક્ષા માટેની અતૂટ પ્રતિબદ્ધતા આવશ્યક છે.
“માધુરીનું કલ્યાણ એ વંતારાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ગરિમા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા તે ક્યાં રહે છે તેના પર ર્નિભર નથી. અમે તેના સારા સ્વાસ્થ્ય તેમજ લાંબા, સુરક્ષિત અને સુખી જીવનની કામના કરીએ છીએ,” તેમ તેમણે ઉમેર્યું.

