ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન ૧૯ અને ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.
આજે ૧૯ ઓગસ્ટના રોજ, ઉપરાષ્ટ્રપતિ દેહરાદૂન સ્થિત ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમી ની મુલાકાત લેશે, જ્યાં તેઓ ૨૦૨૫-૨૭ બેચના ભારતીય વન સેવા ના ટ્રેઇની અધિકારીઓને સંબોધિત કરશે અને તેમની સાથે સંવાદ કરશે.
આવતીકાલે ૨૦ ઓગસ્ટના રોજ, ઉપરાષ્ટ્રપતિ મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે ૨૦૨૪ બેચના આઈએએસ પ્રોફેશનલ કોર્સના ફેઝ-ૈંૈં ના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
એકેડેમીની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે.

