Gujarat

ઊનાના ભાચામાં મારૂ કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્રારા ૩૦મો સમુહ લગ્ન તા.૬ ના યોજાશે.

ઊનાના ભાચા ગામે મારૂ કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્રારા સમુહલગ્ન સમારોહ તા.૬ નવે.ને રવિવારના રોજ ભાચા ગામે આવેલ બી એમ નાંડોળા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે. આ સમુહલગ્ન સમીતીના પ્રમુખ મણીભાઇ નંદવાણા તેમજ સમસ્ત મારૂ કુંભાર સમાજના પ્રમુખ પ્રકાશભાઇ ટાંક દ્રારા ત્રીસમો સમુહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરેલ છે. આ મંગલમય પ્રસંગે નવદંપતિઓ સપ્તપદીના સાતફેરાફરી લગ્ન જીવનની શરૂઆત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *