Gujarat

સરથાણામાં દુકાનમાં રોકાણ કરવામાં અમદાવાદી વેપારીએ ૮૦ લાખ ગુમાવ્યા

સુરત
અમદાવાદમાં રહેતા કેમિકલના વેપારીએ સુરતમાં સરથાણા ખાતે દુકાનમાં રોકાણ કરવામાં ૮૦ લાખની રકમ ગુમાવી છે. આ અંગે કેમિકલના વેપારી સુરેશભાઈ પટેલે સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ખુશાલ જેતુ ધાધલ(રહે,તળાવીયા શેરી, સાવરકુંડલા, અમરેલી), મનોજ કાળુ નવાપડીયા, ચંદ્રેશ કાળુ નવાપડીયા(બન્ને રહે,બાલાજી બંગ્લોઝ,યોગીચોક,સરથાણા) અને દકુ ધાધલ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલમાં ખુશાલ ધાધલને પોલીસે પકડી પાડી ધરપકડની તજવીજ શરૂ કરી છે. કેમિકલના વેપારી સુરેશ પટેલની વર્ષ ૨૦૧૯માં મનોજ સાથે ઓળખાણ થઈ હતી. તે વખતે મનોજ અને તેના ભાઈ ચંદ્રેશ સરથાણામાં સુવિધા(સીમાડા)કો.ઓ.હા.સો.લી પ્લોટ નં-બીમાં મંગલમૂર્તિ કોમ્પલેક્ષનું આયોજન કર્યુ હતું. આ મિલકતમાં વેપારીએ ૮૦ લાખની દુકાન ખરીદી કરી હતી. પછી મનોજ અને ચંદ્રેશે દકુ સાથે ઓળખાણ કરાવી હતી. પછી દકુના કહેવાથી ખુશાલ જેતુ ધાધલે વેપારીને દુકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ૮૦ લાખની રકમ ચુકવી દીધા પછી બીયુસી અને વીજકનેકશન કમ્પ્લીટ કરી કબજાે આપવાનો હતો. પરંતુ બીયુસી અને વીજકનેકશન કમ્પલીટ ન કરી દુકાનનો કબજાે આપ્યો ન હતો.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *