Gujarat

છોટાઉદેપુર વિધાનસભાના 137 ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવા નું  ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. તેમાં છોટાઉદેપુર ની બેઠક માટે ઉમેદવાર તરીકે  રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ની જાહેરાત કરાતા કાર્યકરો માં ખુશી ની લાગણી જોવા મળી હતી. આજરોજ ભાજપ ના ઉમેદવાર છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવતા તેઓનું ભાવ સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા – તાલુકા  ભાજપ ના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી તેઓને મીઠાઈ ખવડાવી વિજયના આશાવાદ સાથે ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ કાર્યકરોએ એકસૂરે આ બેઠક પર કમળ ખીલવવા ના નીર્ધાર કર્યો હતો. ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવાએ તમામ કાર્યકરો નો ઉત્સાહ જોતા આ બેઠક ભારે બહુમતી થી જીતવાની હાકલ કરી કાર્યકરોને બિરદાવ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221112-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *