Delhi

જય શાહનું ૈંઝ્રઝ્રમાં પ્રમોશન, ફાઈનાન્સ અને કોમર્શિયલ બાબતોનું કરશે સંચાલન

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ બોર્ડ, મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહને ૈંઝ્રઝ્રની નાણાંકીય અને વાણિજ્યિક બાબતોની સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા ૈંઝ્રઝ્રએ ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. ૈંઝ્રઝ્રના નવા અધ્યક્ષનો કાર્યકાળ ૨ વર્ષનો રહેશે. બાર્કલેનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. ઝિમ્બાબ્વેના તાવેન્ગવા મુકુહલાનીની પીછેહઠ બાદ બાર્કલી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ૈંઝ્રઝ્ર બોર્ડે બાર્કલેના સંપૂર્ણ સમર્થનની પુષ્ટિ કરી હતી. ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલીને શનિવારે બીજી મુદત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ૈંઝ્રઝ્ર)ના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. બાર્કલી ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા? (મ્ઝ્રઝ્રૈં)ના સચિવ જય શાહને બોર્ડની બેઠકમાં ૈંઝ્રઝ્રની ખૂબ જ મહત્વની અને શક્તિશાળી ફાઈનાન્સ અને કોમર્શિયલ અફૈયર્સ કમિટીના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બાર્કલીને નવેમ્બર ૨૦૨૦માં ૈંઝ્રઝ્ર અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે અગાઉ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેરમેન અને ૨૦૧૫માં ૈંઝ્રઝ્ર મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ડિરેક્ટર હતા. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા એટલે કે ૧૭ સભ્યોના બોર્ડમાં તેમને મ્ઝ્રઝ્રૈં (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા)નું સમર્થન પણ હતું. શાહે કહ્યું, “ૈંઝ્રઝ્રના બીજી ટર્મમાં પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ચૂટાવું સન્માનની વાત છે અને હું મારા સાથી આઇસીસી નિર્દેશકોને તેમણે આપેલા સમર્થન માટે આભાર વ્યકત કરૂં છું.” શાહને ૈંઝ્રઝ્રની સૌથી મહત્વપૂર્ણ ફાઈનાન્સ અને કોમર્શિયલ સમિતિના અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિ તમામ મુખ્ય નાણાંકીય નીતિગત ર્નિણયો લે છે, જેને પછી ૈંઝ્રઝ્ર બોર્ડ મંજૂરી આપે છે. આ સમિતિના મુખ્ય કામકાજમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો સમાવેશ થાય છે. ફાઈનાન્સ અને કોમર્શિયલ અફૈર્સ સમિતિનું નેતૃત્વ હંમેશા ૈંઝ્રઝ્ર બોર્ડના સભ્ય દ્વારા કરવામાં આવે છે અને શાહની ચૂંટણી સ્પષ્ટ કરે છે કે તેઓ ૈંઝ્રઝ્ર બોર્ડમાં મ્ઝ્રઝ્રૈંનું પ્રતિનિધિત્વ કરશે. મ્ઝ્રઝ્રૈંના વડા એન શ્રીનિવાસનના સમયમાં આ સમિતિના વડાનું પદ ભારત પાસે હતું પરંતુ શશાંક મનોહરના ૈંઝ્રઝ્ર અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન મ્ઝ્રઝ્રૈંની સત્તા ઘણી ઓછી થઈ ગઈ હતી. અમુક સમયે તો બીસીસીઆઈને નાણાં અને વાણિજ્યિક બાબતોની સમિતિમાં કોઈ પ્રતિનિધિત્વ પણ નહોતું મળતું. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગયા વર્ષ સુધી આ સમિતિના સભ્ય હતા. ૈંઝ્રઝ્રના એક સૂત્રએ કહ્યું, “ભારત વૈશ્વિક ક્રિકેટનું વ્યાપારી કેન્દ્ર છે અને ૭૦ ટકાથી વધુ સ્પોન્સરશિપ આ દેશમાંથી આવે છે આથી જરૂરી છે કે ૈંઝ્રઝ્રની ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીની અધ્યક્ષતા હંમેશા મ્ઝ્રઝ્રૈં પાસે હોવી જાેઇએ.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *