સામાન્ય રીતે ચોમાસા પછી થોડાક દિવસ માં ડેન્ગ્યુનો વાવર દેખાતો નથી. પણ આ વખતે વધુ પ્રમાણમાં પડેલા વરસાદને લીધે ડેન્ગ્યુના મચ્છર જોવા મળી રહ્યા છે. પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળાને લીધે દર્દીઓનો ઘસારો દવાખાનામાં જોવા મળી રહ્યો છે. બોડેલી પબ્લિક હોસ્પિટલ માં ડેન્ગ્યુ અને ટાઈ ફોઇડ ના દર્દીઓ આવતા હોવાનુ જાણવા મળ્યું હતું. હાઈજીનયુક્ત ખોરાક ન હોવાને લીધે ટાઇ ફોઈડ થતો હોવાનું જણાવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


