Gujarat

મતાધિકારનો ઉપયોગ કરવો અનિવાર્યતા:કુચીપુડી નૃત્યાંગના ડો.સુરભી લક્ષ્મી શારદા

હૈદરાબાદથી ગિરનાર મહોત્સવમાં કુચીપુડી નૃત્યની પ્રસ્તુતિ આપવા માટે આવેલા ડો. ડો.સુરભી લક્ષ્મી શારદા જણાવે છે કે, મતાધિકારનો ઉપયોગ કરવો અનિવાર્યતા છે, જે લોકોની ૧૮થી વધુ ઉંમર છે એટલે કે, જેમને મતાધિકાર પ્રાપ્ત થયો છે તેઓ દરેક વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આ સાથે ડો. સુરભી લક્ષ્મી શારદાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજની મતદાન જાગૃતિ માટેની પહેલને આવકારતા જણાવ્યું કે, મતદાન જાગૃતિ માટે અહીંયાની ઓળખ એવા સિંહને મેસ્કોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આમ, સિંહને એક વિશેષ અને અનોખો અર્થ આપવામાં આવ્યો છે.  Sinh એટલે spirited, intelligent, neutral and honest voters. આમ, મતદાતાઓ સિંહ મેસ્કોટના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ ઉભી થવાની સાથે એક વિશિષ્ટ અર્થ આત્મસાત કરશે.

ડો.સુરભી લક્ષ્મી શારદા લેખનકાર્ય સાથે સંકળાયેલા હોવાની સાથે ડાન્સ થેરાપી ઉપર પી.એચડી કરી રહ્યા છે.

matdan-jagruti-sandesh-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *