Gujarat

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ આયોજિત ‘દિપાવલી ગ્રીટીંગ્સ કોમ્પિટિશન-2022’ નું પરિણામ                 

ભારતીય ટપાલ સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે તેમજ દીપોત્સવી પર્વને ધ્યાનમાં લઇ ‘દિપાવલી ગ્રીટીંગ્સ કોમ્પિટિશન-2022’ નું આયોજન ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશન ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ બે વિભાગોમાં યોજવામાં આવી હતી. જે દિવાળીથી લઈ દેવદિવાળી સુધીનાં સમયગાળા દરમિયાન યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રાથમિક શાળાઓનાં બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો.
               સદર કોમ્પિટિશનનું પરિણામ તેનાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજરોજ બાલદિનનાં દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. જે નીચે મુજબ છે.
વિભાગ : ધોરણ 3 થી 5
(1) અંકિત રાજપુત (દહેજ, જિ. ભરુચ)
(2) રઘુ આહિર (કાતરીયા, જિ. કચ્છ)
(3) રેશ્મા ચૌધરી (ઉકાઇ, જિ. તાપી)
(4) વિનય પટેલ (રોણવેલ, જિ. વલસાડ)
(5) મયંક કુનેરીયા (લુવારા, જિ. ભરુચ)
વિભાગ : ધોરણ 6 થી 8
(1) સંગીતા ભમાત (વેજલપુર, જિ. પંચમહાલ)
(2) અમૃતા પરમાર (ભોલાવ, જિ. ભરુચ)
(3) પ્રિયા મકવાણા (કીમ, જિ. સુરત)
(4) તોરલ હીરપરા (ગરુડેશ્વર, જિ. નર્મદા)
(5) મહેશ વસાવા (અંદાડા, જિ. ભરુચ)
               1 થી 5 નંબરની શ્રેષ્ઠ પોસ્ટને રોકડ પુરસ્કાર ઉપરાંત આકર્ષક ઇનામ એનાયત કરવામાં આવશે. તમામ સ્પર્ધકોને કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *