Gujarat

ઓબ્ઝર્વરશ્રી જામનગર સર્કિટ હાઉસ ખાતે સવારે 10.30 થી 11.30 કલાક દરમિયાન નાગરિકોને રૂબરૂ મળશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભા બેઠક માટે શ્રી રાય મહિમાપત રે, IASની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે.

જિલ્લાના આ મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને રૂબરૂ મળીને કરી શકે છે અથવા તેમના મોબાઈલ નં. ૬૩૫૭૪૮૪૩૪૩ ઉ૫ર સંપર્ક કરી શકાશે. શ્રી રાય મહિમાપત રે, IAS જામનગર સર્કિટ હાઉસ, બીજા માળે, 10.30 થી 11.30 કલાક દરમિયાન નાગરિકોને રૂબરૂ મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *