Gujarat

તા.1-12-2022 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માટેનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨  ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદાન મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો શાંતિ પૂર્વક મતદાન કરી શકે તે માટે ચારથી વધુ વ્યકિતઓને મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયામાં એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવેશ એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ જામનગર જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગમાં સામાન્ય ચૂંટણીઓ માટે નકકી કરવામાં આવેલ મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના સવારના ૦૮.૦૦ થી  સાંજના ૫.૦૦ કલાક સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી.

આ જાહેરનામુ સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને  , ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સી.આઈ.એસ.એફ., ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ, એન.સી.સી. વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ (કયુ) ને, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારશ્રીએ અને જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રી અગર મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અગર સબંધિત તાલુકા મામલતદારશ્રીએ અધિકૃત કરેલ વ્યકિતઓને લાગુ પડશે નહિ.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪પ અધિનિયમ)ની કલમ -૧૮૮ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *