સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સેવકગણનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું.. આવતીકાલે આવવાનું ભુલાય નહીં તેવું હાર્દિક નિમંત્રણ પાઠવતાં પૂ. ભક્તિરામ બાપુ. માનવમંદિરને સમર્પિત ગુજરાતના ખ્યાતનામ હાસયકલાકાર મનસુખભાઈ વસોયા પણ સેવકગણને આવકારતાં જોવા મળે છે.
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલાં માનવમંદિર ખાતે માનવમંદિર પરિવાર દ્વારા આકાશી શબરી માં ના સ્મરણાર્થે ભંડારો એવંમ સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ તારીખ ૨૩ મી નવેમ્બર કારતક વદ અમાસને બુધવારના રોજ યોજાનાર છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરમાંથી માનવમંદિરના સેવકગણ પણ ઉમટી પડશે.. આમ તો એનો પ્રારંભ આજરોજથી થઈ ચૂક્યો છે. માનવમંદિર પરિવારના ઉજળા ઘરેણાં સમાન જેની ગણના થાય છે અને માનવમંદિરને સંપૂર્ણ સમર્પિત ગુજરાતના ખ્યાતનામ હાસ્યકલાકાર જેનાં હાસ્યમાં પણ સામાજિક વેદના છલોછલ ભરેલી હોય છે. હાસ્ય સાથે મર્મસભર વ્યંગ પીરસવાના તેના કૌશલ્યનો એક અલગ જ લહેજો જોવા મળે છે તેવા મનસુખભાઇ વસોયાનું આગમન સાવરકુંડલા માનવમંદિર આશ્રમ ખાતે થઈ ચૂક્યું છે. ભંડારા અને સંતવાણીના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ પણ આપના આગમનની પ્રતિક્ષામાં છે..આ સંદર્ભે કાર્યક્રમને કેમ સફળતાપૂર્વક પાર પાડવો એ માટે સેવકગણ સાથે મસલત કરતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ આ સંદર્ભે માનવમંદિરની આજરોજ મુલાકાત લઈને પૂ. ભક્તિરામબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આમ હવે આ કાર્યક્રમનાં પ્રારંભને કલાકોનો સમય જ બાકી હોય કાર્યક્રમને દીપાવવા માટે આપ સૌ ભાવિકજનોનું આગમન ઈચ્છનીય છે તેવી ભાવભર્યો આગ્રહ કરતાં માનવમંદિર પરિવાર વતી પૂ ભક્તિરામ બાપુ..


