Gujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવેલા જુઠાણા નો પર્દાફાશ કરતા દેવરાજ બાબરીયા.

અમરેલી વિધાનસભા માં હાર ભાળી ગયેલ ઉમેદવાર દ્વારા આયાતી કાર્યકરો ને લાવી જાણે પોતાના જ કાર્યકરો ઉપર ભરોસો ના રાખી શકતા હોય અને ત્યારે આવા સમયે કોંગ્રેસ ના આગેવાનો ને ભારતીય જનતા પાર્ટી માં લઈ આવી અને સાબિત થઈ ચૂક્યું છે કે ત્યાં વ્યક્તિ વિરોધ ની શરૂઆત થઈ ચૂકી છે ગત સાંજે જાહેર થયેલ અહેવાલ મુજબ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના આગેવાનો સાથે જે 100 કાર્યકર્તા એ ભાજપ માં ભળ્યા ના જૂઠાણા ચલાવી રહ્યા છે તેમાં માત્ર ચાર આગેવાનો જ ભળ્યા છે અને જો અન્ય 100 કાર્યકર્તા પણ જોડાયા હોય તો એમની સાબિતી આપે તેવો ખુલ્લો પડકાર પણ દેવરાજ બાબરીયા દ્વારા કરવામાં આવ્યો છે પોતાના નિજી સ્વાર્થ ને પરિપૂર્ણ કરવા માટે કોઈ એ પાર્ટી માં જોડાય તો આ લોકશાહી ના પર્વ માં કોઈ નવી વાત નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ ના આગેવાનો ની  ખરીદી કરવી એ જૂનું છે ત્યારે હાર ભાળી ચૂકેલા આગેવાનો દ્વારા કરવામાં આવતા અપ પ્રચાર ને તદ્દન પાયાવિહોણો ગણાવ્યા છે.તેમ દેવરાજ બાબરીયા દ્વારા જણાવવા માં આવ્યું છે. અમરેલી જિલ્લા યુવક ની સમગ્ર ટીમ કોંગ્રેસ પક્ષ નાં ઉમેદવારો ને જીતાડવા કટિબંધ છે
રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221122-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *