વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અનુસંધાને આગામી ૧- ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સંબંધે જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ખાતે આજ રોજ ૩૦૦ જેટલા પોલિંગ ઓફિસર અને પ્રીસાઈડિંગ ઓફિસરોને ઇવીએમ અને વીવીપેટ તેમજ તેમની ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી છે.
તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૫૦ પ્રીસાઈડિંગ ઓફિસરો અને ૧૫૦ જેટલા પોલિંગ ઓફિસરને તેની મતદાન સમયે બજવવાની થતી કામગીરી માટે શું શું તકેદારી અને ચોક્કસાઈ રાખવી જોઈએ તે અંગે ૭૪-જેતપુર વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી નૈમિશ પટેલએ માર્ગદર્શન આપેલ અને તાલીમ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર શ્રી સંજય વેકરીયા, પરેશ ગજેરા, નવનીત સહિયાગરા દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
આ સમયે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ડી.એ. ગીનીયા (મામલતદાર જેતપુર) મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી કે.બી.સાંગાણી ( મામલતદાર જામકંડોરણા) મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી કે.એમ.અધેરા ( મામલતદાર જેતપુર શહેર) ઉપસ્થિતિ રહેલ ઇ.વી.એમ અને વી.વી. પેટની તાલીમ નાયબ મામલતદાર શ્રી બી.એમ. ખાનપરા, શ્રી વી.બી.કપુપરા દ્વારા વ્યવસ્થા તથા સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું હતું.


