Gujarat

મહુધા તાલુકાના સાસ્તાપુર સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન,ગણિત, પર્યાવરણ પ્રદર્શન તેમજ બાળવાર્તા સ્પર્ધા યોજાઈ

રિપોર્ટર  : નિસાર શેખ મહુધા
મહુધા તાલુકાના સાસ્તાપુર સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શન તેમજ બાળવાર્તા સ્પર્ધા પ્રાથમિક શાળા કડી મુકામે યોજવામા આવી હતી જેમાં સાસ્તાપુર સેન્ટર ની કુલ – 10 શાળાઓમાં 9 શાળા દ્વારા સ્પર્ધામાં ભાગ લીધો હતો વિભાગ 1 થી 5 માં કુલ 18 બાળકો તેમજ 9 શિક્ષક મિત્રો દ્વારા ભાગ લીધો હતો જ્યારે બાળવાર્તા સ્પર્ધામાં 10 શાળાનાં – 28 બાળકો દ્વારા વાર્તા નિર્માણ તેમજ વાર્તાકથન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શનમાં બાળકોને આશ્વાસન ઈનામ નું વિતરણ કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ સી.આર.સી શ્રી વિનોદભાઈ ક્રિશ્ચયન તેમજ કડી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક શ્રી લાલજીભાઈ તથા સાસ્તાપુર સી.આર.સી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

IMG-20221125-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *