Maharashtra

ડિલિવરી બાદ આલિયા ભટ્ટ પહેલી જ વાર જાહેરમાં જાેવા મળી

મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે છ નવેમ્બરના રોજ દીકરી રાહાને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ પહેલી જ વાર આલિયાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આલિયા ભટ્ટે બહેન શાહિન ભટ્ટનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આલિયા માતા સોની રાઝદાન સાથે જાેવા મળી હતી.શાહીને પરિવારની હાજરીમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આલિયાએ માતા સાથે મીડિયાને પોઝ આપ્યા હતા. આલિયા ભટ્ટ બહેનની બર્થડે પાર્ટીમાં એકલી જ જાેવા મળી હતી. આલિયાએ સો.મીડિયામાં બહેનની તસવીરો શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું હતું, ‘બેસ્ટ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા, મારી સ્વીટી, મારું નાનકડું તરબૂચ. બહુ જ બધો પ્રેમ.આલિયાએ સો.મીડિયા અકાઉન્ટમાં દીકરીના નામની માહિતી આપતા કહ્યું હતું, ‘રાહા’નો અર્થ જાેય છે. સંસ્કૃતમાં રાહા એક ગોત્ર છે. બંગાળીમાં આનો અર્થ આરામ તથા રાહત છે. અરબીમાં રાહા એટલે શાંતિ. આ ઉપરાંત ખુશી, સ્વતંત્રતા તથા આનંદ જેવા અનેક અર્થ છે. અમે જ્યારે પહેલી જ વાર તેને હાથમાં લીધી ત્યારે આ તમામ અર્થ ફીલ કર્યા હતા. અમારા પરિવારને એક નવું જીવન આપવા માટે તારો આભાર. એવું લાગી રહ્યું છે કે અમારા જીવનની અત્યારે શરૂઆત થઈ છે. આલિયાએ છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મની જાહેરાત સો.મીડિયામાં કરી આલિયાએ સો.મીડિયામાં સિંહ, સિંહણ તથા બાળ સિંહની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને આલિયાએ કહ્યું હતું, ‘અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે બ્લેસ્ડ પેરેન્ટ્‌સ બની ગયા છીએ. પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા તથા રણબીર.’

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *