ઊનાના પસવાડા ગામમાં તેમજ આજુબાજુની સીમ વાડીમાં મોડી રાત્રીના સમયે વનરાજા આંટાફેરા વધી ગયા હોય તેમ અવાર નવાર મુંગા પશુઓ પર હુમલો કરી મારણ કરી મિજબાની માણતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના પસવાડા ગામમાં વનરાજા આવી ચઢતા એક રેઢીયાળ ગાયને નિશાન બનાવી તેમના પર હુમલો કરતા ગાય નિચે પટકાય હતી. અને બાદમાં મારણ કરી મિજબાની માણી હતી. આમ આ વિસ્તારમાં અવાર જવાર વન્યપ્રાણીઓ આવી ચઢતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાય ગયો હતો. થોડા દિવસ પહેલા સનવાવ ગામની મધ્યમાં સિંહે બે પશુઓના મારણ કરી મિજબાની માણતા વહેલી સવારે ગામ લોકોને જાણ થતા ગામમાં ભય ફેલાઇ ગયેલ હતો.


