સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મહેશભાઈ કસવાળાનો ૩૭૫૫ની લીડ સાથે વિજય…હવે સાવરકુંડલા નાવલીની કિસ્મત બદલાશે.. વર્ષોથી નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટનું કિસ્મત પણ બદલાશે. એવી આશા જીવંત થઈ છે.
સાવરકુંડલા લીલીયાના વિધાનસભા બેઠકમાં ભારે રસાકસી બાદ ખરાખરીની ટક્કર બાદ અંતે જેણે પ્રથમ ચરણમાં જ સાવરકુંડલા શહેરની નાવલીના નીર અંગે પ્રતિક્રિયા આપી હતી અને પોતાના પ્રારંભના ઉદબોધનમાં પણ નાવલીની સુરત બદલવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી તેવાં ભગવાન આતા આદસંગવાળાના પૌત્ર મહેશભાઈ કસવાળાએ આ બેઠક જીતીને સાવરકુંડલા શહેર માટે એક નવા આયામના મંડાણનો પ્રયાસ કર્યો છે. જો કે તેમની આ જીતમાં સાવરકુંડલા શહેરના *સુરેશભાઈ પાનસુરીયાનું પણ મહત્વનું યોગદાન છે.* સૌને સાથે લઈને ચાલવાની મહેશભાઈની સૂઝબૂઝનું કૌશલ્ય. સમગ્ર સાવરકુંડલાના શહેરીજનોને અનોખો અનુભવ થયો છે. આમ તો તેનું કાર્યક્ષેત્ર અમદાવાદ જ હતું પરંતુ થોડા ટૂંકા ગાળાના સમયમાં જ સમગ્ર સાવરકુંડલા લીલીયા વિધાનસભાના વિસ્તારમાં ફરી પ્રજાની વેદના અને પ્રાણપ્રશ્રનોને સમજીને યોગ્ય રીતે તેનું આકલન કરી વાસ્તવિક પરિસ્થિતિને કેમ હલ કરવી એ માટે પણ તેમણે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે.
લાગે છે સાવરકુંડલા શહેરના વિકાસનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. અભિનંદન સાથે સાવરકુંડલાવાસીઓના અડધી રાતનો હોંકારો બની સાવરકુંડલા શહેરની શકલ સૂરત બદલી એક નવા રંગરૂપમાં પરિવર્તિત કરવાના સહભાગી બનો એ જ અમારી અંતિમ ઇચ્છા


