Gujarat

હિંમતનગરમાં જામળા ગામની સીમમાં ર્જીંય્એ કેનાલ પાસેથી બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો

સાબરકાંઠા
હિંમતનગરના જામળા ગામની સીમમાં મળેલી બાતમીના આધારે એસઓજીએ કેનાલ પાસેથી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો અને તેના વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોધાયો હતો. સાબરકાંઠા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એન.એન.રબારીના માર્ગ દર્શન હેઠળ પીએસઆઈ કે.બી.ખાંટ અને એસઓજી સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી આધારે જામળા ગામની સીમમાં આવેલા રમણભાઈ પટેલના કુવા પર છાપરામાં રહેતો અને મૂળ મહેસાણાના વિજાપુર રેલવે ફાટક પાસે રહેતા ૨૩ વર્ષીય હુસેન સુમાર સિંધી(ડફેર) પાસેથી ગેરકાયદેસર બંદૂક રૂ. ૫ હજાર સાથે ઝડપી લીધો હતો અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *