સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો ઋતુ પરિવર્તન એ કુદરતી પ્રક્રિયા છે. કમોસમી માવઠાની આશંકા વચ્ચે ઠંડીનો ધીમો અણસાર આપી ગયો. લોકો પણ ઠંડીનાં રક્ષણ કાજે માર્કેટમાંથી અવનવા રંગો અને ડીઝાઈનનાં ગરમ વસ્ત્રો ખરીદવા ભારે ભીડ લગાવતાં જોવા મળ્યાં.. આમ તો શહેરનાં અપટુડેટ સ્ટોરમાં ગરમ વસ્ત્રો મળતાં હોય છે. અહીં બ્રાન્ડ કંપનીનાં મોંઘાભાવના સ્વેટર મળતાં હોય છે. લોકો જાહેર રસ્તાની બાજુમાં પણ નિત્ય અવનવા ગરમ કપડાંનાં સ્ટોલ પર વેચાતાં ગરમ વસ્ત્રો ખરીદવાનો વધુ ઝોક રાખતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરમાં ભરાતી શનિવારી માર્કેટ ખાતે પણ લોકો ખૂબ નજીવા ભાવે ગરમ વસ્ત્રો ખરીદતાં જોવા મળે છે. લોકો અહીં શનિવારી માર્કેટ ખાતે તો ખૂબ તોલમોલ કરી ભાવમાં બરોબર કસીને ગરમ વસ્ત્રોની ખરીદી અહીંથી કરતાં જોવા મળે છે. ગ્રાહક અને વિક્રેતા બંનેને પરવડે તો વેચાણ ફટાકટ થઈ જાય છે. આમ શિયાળાની આ ઋતુમાં ગરમ વસ્ત્રોની ભારે માંગ હોવાથી ગરમ વસ્ત્રોનાં વેપારી પણ અહીં ખુશહાલ જોવા મળે છે.

