એલસીબી બ્રાન્ચે લૂંટ કરનાર શખ્સોને પકડી પાડી સોનાનું પેંડલ, રોકડ રકમ, મોબાઇલ સહીતનો કુલ રૂ. ૧,૬૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો.
ઊના શહેરમાં રહેતા અને બકાલાનો ધંધો કરતા વયોવૃધ્ધ વહેલી સવારે સાયકલ લઇને શાકમાર્કેટે જતા હતા. ત્યારે રસ્તા પર ત્રણ શખ્સોએ વયોવૃધ્ધને પાછળથી ધક્કો મારી પછાડી દઇ આંખમાં મરચાની ભુંકી છાંટી સોનાના ચેઇનની લૂંટ કરી તમામ શખ્સો ત્યાથી નાશી છુટ્યા હોય આ અંગેની પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે લૂંટ સહીત ગુન્હા હેઠળ ત્રણ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એક શખ્સ પાસા હેઠળ જેલમાં હોય જ્યારે બે સગીરયના આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરેલ.
આ અંગેની પ્રાપ્ત વિગત ઉના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતો રધુ રવિ બાંભણીયા તેમજ અન્ય સગીરવયના બે શખ્સો આ ત્રણેય આરોપી ઓએ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ભુપતભાઇ અરજણભાઇ ચોહાણ ઉ.વ.૫૫ શાકમાર્કેટે વહેલી સવારે પાંચ વાગ્યે પોતાની સાયકલ લઇને જતા હતા. ત્યારે ખોડીયાર નગર નજીક રસ્તા પર પાણીના ફિલ્ટર ટાંકા પાસે આ શખ્સોએ ભુપતભાઇને પાછળથી ધક્કો મારી સાયકલ પરથી પછાડી દેતા નીચે પટકાતા રધુ બાંભણીયાએ પોતાની પાસેની થેલીમાંથી મરચાની ભુકી કાઢી આખમાં ઉડતા એ દરમ્યાન ગળામાં પહેરેલ સાડા પાંચ તોલાનો સોનાનો ચેઇન લોકેટ સાથે લૂંટ કરી હતી. અને ભુપતભાઇને આંખમાં બળતરા થતા રાડારાડ કરવા લાગતા ત્રણેય શખ્સો ત્યાથી નાશી છુટ્યા હતા. આ લૂંટની ઘટના દરમ્યાન ભુપતભાઇને જમણા હાથની કોણીમાં ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થ હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા.
આ સમગ્ર લૂંટની ઘટના તા.૨૫ નવે. ના વહેલી સવારે બનેલ હોય જેમાં તમામ માથાભારે શખ્સો હોવાથી ભુપતભાઇ ગભરાઇ ગયેલા હતા. અને આ ઘટનાની જાણ પોલીસમાં કરેલ હતી. આ અંગે ગીરસોમનાથ જીલ્લા એલસીબીની ટીમના પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, પ્રફુલભાઇ વાઢેર તેમજ સંદિપભાઇ ઝણકાટ તેમજ પેરોલ ફ્લો સ્કવોડનાની મદદથી તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડેલ હતા. જેમાં એક આરોપી રધુ બાંભણીયા હાલ પાસા હેઠળ ભુજ ખાતે જેલમાં હોય તેમજ સગીરવયના બે આરોપીને પકડી તેમની પાસેથી સોનાના દાગીના ચેઇનના પેંડલમાં બનાવડાવેલ સોનાનું ઢાળીયુ કિ.રૂ.૨૨,૦૦૦, તેમજ સોનાનો ચેઇન વેચી સોનાની વીંટી મેળવેલ જેની કિ.રૂ. ૧૧,૮૦૦, રોકડ રકમ રૂ.૯૭,૫૦૦ તેમજ એક મોબાઇલ રૂ. ૫ હજાર સહીતનો કુલ રૂ. ૧,૬૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ હોય આ લુંટ કરનાર શખ્સોએ સોનાનો ચેઇન જે મહુવા ખાતે સોની વેપારીને વહેચેલ હોય તે કબ્જે કરવાની પોલીસે તજવિજ હાથ ધરેલ છે.

