ગીરગઢડા દ્રોણેશ્વર રોડ ઉપર આવેલ ફાર્મ પાસે આવેલ રસ્તા પર એક સાથે પાંચ સિંહ પરિવાર પસાર થતા જોવા મળી રહ્યા છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
દ્રોણેશ્વર નજીક એક સાથે પાંચ સિંહ પરિવાર મોડી રાત્રિના સમયે ખોડલ ફાર્મની બહારના ભાગે રસ્તા ઉપરથી એક પછી એક પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના ખોડલ ફાર્મ બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ હતી. જોકે ગીર નજીક આ વિસ્તાર આવેલો હોય
જેથી અવાર નવાર શિકાર ની શોધમાં આવી ચડતા હોય છે. અને ગામની સીમમાં જઈ પશુનું મારણ કરી મિજબાની માણી વહેલી સવારે ચાલ્યાં જતાં હોય છે


