Gujarat

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ના સી.એસ.આર.હેઠળ રાણપુર શહેરમાં સાંકળીબાઈ કન્યાશાળાના ૧૫૧ વિદ્યાર્થીઓને વિનામુલ્યે ગરમ સ્વેટર આપવામાં આવ્યા

આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.(PGVCL)ના સી.એસ.આર.હેઠળ ઠંડીમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના રક્ષણ માટે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ સાંકળીબાઈ કન્યાશાળાના ૧૫૧ વિદ્યાર્થીઓને વુલન જર્સી-ગરમ સ્વેટર વિનામુલ્યે આપવામાં આવ્યા જેને લઈને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.ગરમ સ્વેટર વિતરણ પ્રસંગે રાણપુર ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,શાળાના આચાર્ય કાળુભાઈ પઠાણ સહીતના શિક્ષકો અને આગેવાનો હાજર રહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20221214-WA0218.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *