Gujarat

રાણપુરમાં સોની સમાજના આગેવાને જન્મદિવસે રક્તદાન કેમ્પ કરી જન્મદિવસ ઉજવ્યો

અત્યારના સમયમાં લોકો પોતાના જન્મદિવસની કેક કાપી,પાર્ટી કરી ઉજવણી કરતા હોય છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સોની સમાજના આગેવાન ચંદ્રેશભાઈ સોની એ પોતાના જન્મદિવસની  અલગ રીતે ઉજવણી કરી લોકોને એક સંદેશ આપ્યો છે.ચંન્દ્રેશભાઈ સોની એ પોતાના ૪૬ માં જન્મદિવસ પ્રસંગે રક્તદાન કેમ્પ કરી જન્મદિવસની ઉજવણી કરી.રાણપુરમાં સ્વામિનારાયણ મંદીરના પરીસરમાં રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં ભાવનગર થી બાંભણીયા બ્લડ બેન્ક ના કર્મચારીઓ રક્તદાન કેમ્પમાં આવ્યા હતા.ચંન્દ્રેશભાઈ સોની એ અગાઉ ૬ રક્તદાન કેમ્પ કરી ચુક્યા છે અને આ ૭ માં રક્તદાન કેમ્પ કરી ચંન્દ્રેશભાઈ સોની એ પોતાના ૪૬ માં જન્મદિવસની વિશેષ ઉજવણી કરી લોકોને એક નવો રાહ ચિનધ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221216-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *