Gujarat

ગાંધીનગરના હેલીપેડ ખાતે ડોમમાં આગ લાગતાં નાસભાગ, ૫ સ્ટોલ બળીને ખાખ

ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર – ૧૭ સ્થિત હેલીપેડ ખાતે ચાલી રહેલા ખાદ્ય ખોરાકનાં એક્ઝિબિશનનાં ડોમ નંબર – ૧૧ માં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે નાસભાગ મચી હતી. આ આગમાં પાંચ સ્ટોલ બળીને ખાખ થઈ ગયાં હતાં. જાેકે, ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ૧૮ હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લઈ મોટું નુકસાન થતાં અટકાવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર – ૧૭ હેલીપેડ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખાદ્ય ખોરાક એક્ઝિબિશનનું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનો અંતિમ દિવસ છે. આ એક્ઝિબિશનમાં વિવિધ કંપની સહિતના નાના મોટા વેપારીઓ દ્વારા ખાદ્ય ખોરાકની વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાત્રિના એક્ઝિબિશન ડોમ નંબર – ૧૧ માં અચાનક ભીષણ આગ ભભૂકી હતી. ઓક્ઝિબિશનમાં આગ લાગતા કર્મચારીઓ સહીતના લોકોમાં નાસભાગ મચી હતી. ફાઈબર શેડનાં બનેલા સ્ટોલના કારણે જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે ટોરેન્ટ પાવરના સાગરભાઈ નામના કર્મચારીએ ફાયર બ્રિગેડને તાત્કાલિક ફોન લગાવ્યો હતો. પરંતુ ફોન ગાંધીનગરની જગ્યાએ અમદાવાદ ફાયર બ્રિગેડમાં લાગ્યો હતો. જ્યાંથી નંબર મેળવીને સાગરભાઈએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતા ઈન્ચાર્જ ફાયર ઓફિસર ગૌતમ પટેલ, રાજુભાઈ સહિત ફાયરનાં જવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. ફાયરની ટીમે બે ટેન્કરો મારફતે સતત પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. ભારે જહેમત પછી ૧૮ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ફાઈબરનાં સ્ટોલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાે ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવવામાં આવ્યો ન હોત તો અન્ય ઘણા સ્ટોલ બળીને ખાખ થઈ જવાના હતા. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર વિભાગનું અનુમાન છે. આ સિવાય પણ સેકટર – ૩૦ કચરાની ડમ્પીંગ સાઈટમાં પણ આગની ઘટના ઘટી હતી. જેને પણ ફાયરની ટીમે ઓલવી દઈ રાહતનો દમ લીધો હતો. આ સિવાય પણ સેકટર – ૩૦ કચરાની ડમ્પીંગ સાઈટમાં પણ આગની ઘટના ઘટી હતી. જેને પણ ફાયરની ટીમે ઓલવી દઈ રાહતનો દમ લીધો હતો.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *