Gujarat

પોરબંદરમાં ચોપાટી ખાતે કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં શહેરીજનો કાર્યક્રમમાં ઉમટ્યા

પોરબંદર
૪ ડિસેમ્બરના દિવસને ઇન્ડિયન નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ડિયન નેવી દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે ૨ અઠવાડિયા સુધી જુદા કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવતી હોય છે. ઇન્ડિયન નેવી ડેની ઉજવણી અંતર્ગત પોરબંદર ચોપાટી ખાતે ઇન્ડિયન નેવી બેન્ડ કોન્સર્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દેશની દરિયાઈ સુરક્ષા જેના માથે છે, જેઓ હંમેશાં દેશના દરિયા કાંઠાને દુશ્મન દેશથી રક્ષણ મળે તે માટે હંમેશા ચાંપતી નજર રાખતી અને દુશ્મનોના દાંત ખાટા કરી દેનારી આપણી ભારતીય નૌ સેનાનું બેન્ડ પણ એટલું જ સુંદર છે. જે કોન્સર્ટને જાેવો અને સાંભળવો તે પણ એક લ્હાવો છે. પોરબંદર ચોપાટી ખાતે આયોજિત બેન્ડ કોન્સર્ટમાં ગુજરાત નેવલ એરિયાના કમાન્ડિંગ ફ્લેગ ઓફિસર સમીર સક્સેના સહિતના ઈન્ડિયન નેવીના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિત એક્સ આર્મીમેન સહિત સૌ કોઇ તેમના યુનિફોર્મમાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને માણ્યો હતો. આ પ્રસંગે ગુજરાત નેવલ એરિયાના કમાન્ડિંગ ફ્લેગ ઓફિસર સમીર સક્સેનાએ જણાવ્યું હતું કે, ઈન્ડિયન નેવી ડે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત આ નેવી બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *