પંચમહાલ
ગોધરા શહેરના શામળાજી મેડિકલ કોલેજ ખાતે ગોધરા શહેર અને તાલુકામાં પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરના એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત આયુષ એસોસિએશન દ્વારા નવા હોદ્દેદારો અને કારોબારીની વર્ણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડો. વિમલ જાેશી અને મહામંત્રી તરીકે હર્ષદ મહેરાની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જ્યારે એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે ડો.સમીર મેમણ અને ડો.પ્રિતેશ પટેલ તથા સહમંત્રી તરીકે હિરેન પટેલની વરણી કરાઈ હતી. જ્યારે એસોસિએશનની એડવાઈઝરી કમિટીમાં ડો. વિજય પટેલ અને ડો. વિશાલ સોની સાથે ૨૧ સભ્યોની કારોબારીની સમિતિની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ભૂતપૂર્વ પ્રમુખના વક્તવ્યની સાથે આગામી આયોજનની ચર્ચાઓ અને સમાજના સ્વાસ્થ્યની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે તે માટે વાત વિમર્શ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસોસિએશનના મહામંત્રી ડો.હર્ષદ મહેરા દ્વારા કરવામાં આવ્યું હતું.


