Gujarat

પોલીસ અધિકારીએ વકિલ ને અપમાનિત કરતા આવેદન 

નસવાડી ના વકિલ સહજાદ મેમણ ને S.O.G પી.એસ.આઇ જે.પી મેવાડા ઍ અભદ્ર વર્તન કરતા જિલ્લા ના વકિલો મા ભારે રોષ
    પી.એસ.આઇ જે.પી મેવાડા પર કાયદેસરની કાર્યવાહી કરવા વકીલમંડળની માગ સાથે ડે.કલેક્ટરને આવેદન આપ્યુ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બાર ઍસ્સોસિએશનના વકિલ સહેજાદભાઇ મેમણ એક કેસની   રજુઆત અને ચર્ચા  અર્થે નસવાડી પૉલીસ સ્ટેશને ગયા હતા તે વખતે ત્યા હાજર છોટાઉદેપુર જિલ્લા S.O.G પોલીસ સબ ઇન્સ્પેકટર જે.પી મેવાડા ઍ નસવાડી ખાતે રહેતા વકિલ સહેજાદ મેમણ સાથે તોછડુ અને અભદ્ર વર્તન કરતા તેમને જણાવ્યુ કે તુ વકિલ હોય કે ગમે તે ગેટ આઉટ  તેમ કહી  અમાનવીય વર્તન કરતા છૉટાઉદેપુર જિલ્લાના વકિલૉમા ભારે રૉશ જૉવા મળી રહ્યૉ છે
 જિલ્લા નહી પણ સમગ્ર દેશ અને રાજ્ય ના વકિલોનુ અપમાન કર્યુ છેં તેમ બોડેલી બાર ઍસ્સોસીએશન ના પ્રમુખ લલીતચંદ્ર રોહિતે જણાવ્યુ હતૂ અને માંગ કરી છે કે સહેજાદ ભાઇ વકિલ નુ અપમાન કરનાર S.O.G પોલીસ સબ ઇન્સ્પેકટર જે.પી મેવાડા પર કાઇદેસરની  કાર્યવાહી કરી ફરજ મોકુફ કરવામા આવે તેવી માંગ સાથે આજે બોડેલી બાર ઍસ્સોસિએસન ના વકિલો ભેગા થઈ બોડેલી સેવાસદન ખાતે જઈ ડે.કલેક્ટર ને આવેદન આપ્યુ હતૂ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20221222135849.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *