હાર્દિક કાનાબાર પ્રાચી
વધુ પડતી ટ્રાફિક સમસ્યા ને ધ્યાને લઇ લેવાયો નિર્ણય
પ્રાચી તીર્થ
પ્રાચી તીર્થ ખાતે આજ રોજ ટ્રાફિક સમસ્યા ને ધ્યાને રાખી સુત્રાપાડા પીએસઆઇ ગરચર સાહેબ દ્વારા પ્રાચી તીર્થ માં રોડ ટચ તમામ દુકાનો એ નો પાર્કિંગ ના પોસ્ટર મારી પ્રાચી સ્ટેશન થી200મીટર આગળ પુજારા ટેલિકોમ વડલા પાસે સ્ટોપ રાખવા જણાવાયું હતું
સુત્રાપાડા પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ વેરાવળ કોડીનાર હાઇવે ટચ આવેલું સુ પ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી તીર્થ ખાતે રોજ યાત્રી ઓ નો ઘસારો જોવા મળે છે તો બીજી બાજુ રોડ પરજ બને સાઈડ માં નાની મોટી દુકાનો ચા ના સ્ટોલ રાખી નાના મોટા વેપારીઓ રોજગારી મેળવી ગુજરાન ચલાવે છે તેમજ પ્રાચી બસ સ્ટેન્ડ ન હોવા થી પ્રાચી મેઈન રોડ પરજ પ્રાઇવેટ તેમજ ખાનગી વાહનો તેમ એસટી બસ સ્ટોપ પણ રોડ પર જ હોવાથી સતત ટ્રાફિક સમસ્યા રહેતી હોવાથી સુત્રાપાડા પીએસઆઇ ગરચર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પ્રાચી તીર્થ માં રોડ પર ની બન્ને બાજુ ની નાની મોટી દુકાનો પર (નો પાર્કિંગ ) ના પોસ્ટરો લગાડી પ્રાચી સ્ટેશન થી 200 મીટર આગળ પુજારા ટેલિકોમ ની બાજુમાં વડલા પાસે બસ સ્ટોપ તેમજ ખાનગી વાહનો ને સ્ટોપ આપવા સુત્રાપાડા પીએસઆઇ ગરચરે સૂચવ્યું હતું

