Gujarat

અમદાવાદ ખાતે યોજાયેલ લશ્કરી ભરતીમેળામાં ઊત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે જાન્યુઆરી-૨૦૨૩માં પૂર્વ પરીક્ષા તાલીમ વર્ગ યોજાશે.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાનાં યુવાનોને સંરક્ષણ દળમાં કારકિર્દી ઘડી શકે તે હેતુસર ઓક્ટોબર-૨૦૨૨માં અમદાવાદ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલી અંતર્ગત લેખિત પરીક્ષા માટે એડમીટ કાર્ડ મેળવેલ ખેડા જિલ્લાનાં તમામ ટ્રેડના ઉમેદવારો લેખિત પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા ઊત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે ૧૫ દિવસનો પૂર્વ પરીક્ષા તાલીમ વર્ગ રોજગાર કચેરી, અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. જેમાં ઇન્ડીયન આર્મી દ્વારા નિયત કરેલ લેખિત પરીક્ષા પધ્ધતિ તથા અભ્યાસક્રમ મુજબ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉક્ત તાલીમ નિ:શુલ્ક હોઈ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. એડમીટ કાર્ડ મેળવેલ ખેડા જિલ્લાનાં તમામ ઉમેદવારોએ તા.૨૭/૧૨/૨૦૨૨ સુધીમાં એડમીટકાર્ડ નકલ સાથે અરજી રૂબરૂ અથવા ટપાલ મારફતે જિલ્લા રોજગાર કચેરી, બ્લોક નં.”એ”, બીજો માળ સરદાર પટેલ ભવન નડિયાદ, જિ.ખેડા -૩૮૭૦૦૧ ખાતે મોકલી આપવાની રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારી, નડિયાદએ અખબારી યાદી દ્વારા જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *