Gujarat

છોટાઉદેપુર તાલુકાની અંત્રોલી પ્રાથમિક શાળાના બેદરકાર શિક્ષકો સામે શિક્ષણ કચેરીની લાલ આંખ

છોટાઉદેપુર તાલુકાની અંત્રોલી પ્રાથમિક શાળા ૧૫ દિવસ સુધી બંધ રહેતા મોડે મોડે તાલુકા શિક્ષણ કચેરી જાણ થતા તંત્ર સફાળું જાગી ઉઠયું હતું, અધિકારીઓ અને દોડતા થઈ શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. છોટાઉદેપુર શહેર એ જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં દીવા તળે જ અંધારું જેવો ઘાટ સર્જાયો છે. છોટાઉદેપુર તાલુકાની અંત્રોલી પ્રાથમિક શાળાને છેલ્લા ૧૫ દિવસથી શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થવા પામ્યા હતાં. અને તાલુકા શિક્ષણ કચેરી આ બાબતે અંધારામાં હોઈ પંદર દિવસ બાદ ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા શિક્ષણ કચેરી છોટાઉદેપુરનું સંપર્ક કરી સમગ્ર વિગતોથી વાકેફ કરતા કચેરીના અધિકારીઓ સફળ જાગી ઉઠયા હતા. અને અંત્રોલી પ્રાથમિક શાળાની મુલાકાતે દોડી ગયા હતા. અંત્રોલી ગામના જાગૃત નાગરિક દ્વારા આપેલી માહિતી મુજબ અંત્રોલી પ્રાથમિક શાળાના આચાર્ય શાળામાં અનિયમિત આવે છે, તો શાળા પણ અનિયમિત ખુલે છે. આ બાબતે વારંવાર સંબંધિત કચેરીને જાણ કરવામાં આવવા છતાં તેમાં કોઈ જ સુધારો આજદિન સુધી જોવા મળી આવેલ નથી. ત્યારે હદ તો ત્યારે થાય છે કે તારીખ ૭- ૧૨ થી શાળા બંધ હોય અને તે બાબતે શાળાના આચાર્યને ફોન ઉપર સંપર્ક કરાતા તેઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે હાલ હું રજા ઉપર છું અને શાળાનું ચાર્જ અન્ય શાળાને આપવામાં આવ્યો હોય તેવા જવાબો આપેલ છે. તથા પંદર દિવસ જેટલા સમયથી શાળા નહીં ખુલતા તાલુકા શિક્ષણ કચેરીનો સંપર્ક કરાતા ગુરુવાર નાં રોજ અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઇ અન્ય શાળાને ચાર્જ સુપ્રત કરવામાં આવ્યું છે.બીટ નિરીક્ષક અરવિંદભાઈ રાઠવાને પૂછતાં જણાવેલ કે સમગ્ર અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી છોટાઉદેપુર અને મોકલી અપાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાન સોની દ્વારા સદર બેદરકાર શાળાના આચાર્યનો પગાર બંધ કરવા માટે જણાવતા તાલુકા શિક્ષણ કચેરી દ્વારા સદર આચાર્યનો પગાર બંધ કરવામાં આવ્યો છે. શિક્ષણ કચેરી દ્વારા બેદરકાર શિક્ષકો તરફ લાલ આંખ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *