Delhi

જેક્લિન ફર્નાંડિસની અરજીને દિલ્હીની એક કોર્ટે ફગાવી

નવીદિલ્હી
જેક્લિન ફર્નાંડિસની અરજીને દિલ્હીની એક કોર્ટે ફગાવી દીધી છે, જેમાં તેણીએ પોતાની બીમાર માતાને મળવા માટે બહરીન જવા માટેની પરવાનગી માંગી હતી. બાદમાં જેક્લિને પોતાની અરજી કોર્ટ પાસેથી પરત લઈ લીધી હતી. જેક્લિન ૨૩ ડિસેમ્બરે પાંચ જાન્યુઆરી સુધી બહરીન જવા ઈચ્છતી હતી. હકીકતમાં, કોર્ટે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરની સંડોવણીવાળા ૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી અભિનેત્રી જેક્લિન ફર્નાંડિસની એક અરજી પર કોર્ટે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડ્ઢ) પાસે જવાબ માંગ્યો હતો, જેમાં તેણીએ પોતાની માતાને મળવા માટે બહરીન જવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી. કોર્ટે ૧૫ નવેમ્બરે જેક્લિનવને નિયમિત જામીન આપી દીધી છે, આ મામલે જેક્લિનની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. જાેકે, તપાસ સંબંધિત પુછપરછ માટે ઈડ્ઢએ ઘણીવાર એક્ટ્રેસને બોલાવી હતી. તેણીને સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં તેને પ્રથમ વખત આરોપી બનાવવામાં આવી હતી. હાલ, જેક્લિનને પરવાનગી ના મળતા તે ભારતમાં જ રહેશે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *