ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ પ્રમુખ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નૌતમસ્વામી, ડભાણ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી બળદેવસ્વામી, હરિપ્રસાદસ્વામી, જગન્નાથસ્વામી પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા માં દર્શને આવેલ ભગવાનશ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકરશ્રી વિહળાનાથ ના દર્શન કરી જગ્યા ના પૂરા પરિસર ની મુલાકાત લઈ પૂજ્ય વિસામણ બાપુ ના જન્મસ્થળ ના દર્શન કર્યા ત્યાર બાદ પૂજ્ય ભયલુબાપુ દ્વારા પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા, અશ્વશાળા અને કૈલાશ
બંગલો ની મુલાકાત લઈ જગ્યા ની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈ આનંદ વ્યક્ત કર્યો અને પ્રસાદ લઈ ખુબ ધન્યતા અનુભવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો….
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


