ગુજરાત ભરમાં તારીખ 01/10/2021 થી એક મહિના સુધીના સમય દરમ્યાન સમગ્ર રાજ્ય ભરમાં સરકારશ્રી દ્વારા ટેકા ના ભાવે મગફળી ની ખરીદી ની ઓનલાઇન અરજી કરવાની સરૂઆત થઈ ગય છે ત્યારે એક મહીનાના સમય દરમિયાન દરેક ખેડૂતો ની ઓનલાઇન અરજી કરવી એ પણ એક મહીના ની અંદર અંદર તે એક ખુબ અધરૂ કામ છે સમય મર્યાદા ને લઈ ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે ટેકા ના ભાવે મગફળી ની ખરીદી નું કામ કાજ ચાલું થાઈ છે ત્યારે જ VCE તથા તલાટી મંત્રી કેમ હડતાલ કરે છે અન્ય દિવસો માં કેમ નહી શું આ બાબત માં સરકાર શ્રી તથા ગામના VCE તેમજ તલાટી મંત્રીની મીલી ભગત હોય શકે કેમકે જેટલા દિવસ મગફળી ના ટેકા ખરીદી ની અરજીઓ બંધ રહેશે તેટલી મગફળી સરકાર શ્રી ને ઓછી ખરીદવી પડશે જેવા ઘણી બધી ચર્ચા ઓ ખેડુતો માં જોવા મળી રહી છે લોકોનું કહેવું છે કે કાતો VCE તથા તલાટી મંત્રી ની માંગ સરકાર શ્રીદ્વારા પૂર્ણ કરી દેવામાં આવે જેનાથી ખેડૂતો આમાં વચ્ચે ન પીસાઈ અને કાતો ખેડૂતો માટે ટેકાના ભાવ ખરીદી ની ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે જેના ભાગ સ્વરૂપે ખેડૂતો ઓનલાઇન ટેકા ખરીદીની અરજી થી વંચીત ન રહે અને નહીતો કોઈ એવી સુવિધા ઉપલબ્ધ કરવા માં આવે જેનાથી ખેડૂત પોતાની મગફળી ની ટેકામાં ખરીદીની ઓનલાઇન અરજી પોતે જાતે જ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં કારણ કે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂત અન્નદાતા VCE તેમજ તલાટી મંત્રીની હડતાલ ના કારણે લાચાર બની ગયા છે જેના કારણે આજે ખેડૂત પોતાના સંન્તાનો ને ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ આગળ દોરી જાય છે જેના ભાગ સ્વરૂપે ખેતીના કામ માં ઘટાડો આવશે અને દિવસે અને દિવસે દેશ માં ખેડૂતો નું પ્રમાણ ઘટતું જાય છે ત્યારે આ બાબત સરકાર શ્રી દ્વારા વહેલી તકે યોગ્ય પગલા લેવા માં આવે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય ને યોગ્ય ન્યાય મળે તેવી સરકાર પાસે આસા રાખી બેઠા છા
અહેવાલઃ વજસી વરવારીયા મોટા આસોટા


