૨ ઓક્ટોમ્બર ગાંધી જયંતી ની દેશભર માં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. મહાત્મા ગાંધી ની ૧૫૨ મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી અવસરે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં શાંતાબેન મનુભાઈ શેઠ ઓડીટોરીયમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મહાનુભાવો ના હસ્તે પોલીસ સ્ટેશન પાસે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાં ને પુષ્પાંજલિ અર્પણ કરી અમૃતલાલ દલપતભાઈ શેઠ(ફુલછાબ દવાખાનુ)હોસ્પિટલ ખાતે પવિત્ર લિંબડા ને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.તેમજ ગાંધી વંદના કાર્યક્રમમાં લોક કલાકાર અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ દ્રારા વૈષ્ણવજન તો તેને કહી એ અને રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણ થી આવે જેવા શૌર્ય-દેશપ્રેમ અને ગાંધી ગીતો રજુ કરવામાં આવ્યા હતા.જ્યારે મુકુંદભાઈ વઢવાણા એ હાજર મહાનુભાવો ને ગાંધીજી ને સૌથી વધુ પ્રિય ચરખો અને ખાદીના રૂમાલ આપી સ્વાગત કર્યુ હતુ.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર પીનાકી મેઘાણી,બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા,જીલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણ સિંઘ સાંદુ,અધિક કલેક્ટર મુકેશ પરમાર,જિલ્લા યુવા વિકાસ અધિકારી સીમા ગાંધી,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,નરેન્દ્રભાઈ દવે,પ્રકાસભાઈ સોની,રાજેશભાઈ શાહ,વામનભાઈ સોલંકી,હરીભાઈ સભાડ,જગદીશભાઈ જાંબુકીયા,ઈશ્વરભાઈ પંચાળા, સહીતના આગેવાનો ગ્રામજનો અને રાણપુર તાલુકા અધિકારીઓ હાજર રહ્યા હતા.અતિ ઉત્સાહ પુર્વક ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો..


