કલેક્ટર શ્રી રચિત રાજની પ્રજાલક્ષી કામગીરીની નોંધ લેવામાં આવી છે. માણાવદર તાલુકાના વિચરતી જાતિના ૬૨ પરિવારોને રહેણાંત હેતુ મફત ૧૦૦ વારના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. સાથે જ આ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ-સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં હેલ્થ ચેકઅપ કરવાની સાથે નશામુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિચરતી જાતિના આ પરિવારોને સમાજની મુખ્ય ધારામાં જોડવા માટેના કલેક્ટર શ્રી રચિત રાજના આ પ્રયાસોને ભારત સરકારના વિચરતિ જાતિના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય મિત્તલ પટેલે ટ્વીટરના માધ્યમથી આવકાર્યા છે. આ સાથે તેમણે કલેક્ટરશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો.
મિત્તલ પટેલે ટ્વીટર પર લખ્યુ કે, ‘‘સામેથી સરનામા વિનાના, ઘરવિહોણા પરિવારોને શોધી તેમને મદદ કરવી એ ખૂબ મોટુ કાર્ય છે. આ પરિવારની આ પેઢીઓ તમને યાદ રાખશે તે નક્કી…. પ્રણામ.’’ આમ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરાયેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.
