ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હતી, જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ કવાંટ પોલીસ સ્ટેશન માં તા. ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ રણધા ચેક પોસ્ટ ઉપરથી રજીસ્ટ્રેશન નંબર વગરની હોન્ડા કંપનીની એક્ટીવા 5G મોસા એન્જીન નંબર JF91E-W-7377386 નો તથા ચેસીસ નંબર MEAJF91AJNW 377282 નો હતો તેની ઉપરથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનામાત્ર કેશ કરેલ અને કવાંટ પોલીસ સ્ટેશનમાં પાર્ટ ૮ ગુ.રજી.નં. 11184006220932/2022 પ્રોહીબિશન એકટ કલમ ૬૫ એઇ, ૯૮(૨), ૧૧૬ (બી) મુજબ ગુનો રજી કરવામાં આવેલ હતો આ ગુનાના કામે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક્ટીવા મોપેડનો ચાલક નાશી ગયેલ હતો જૈન શરૂઆતે કોઈ નામઠામ જણાય આવેલ નહિ જેથી પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓએ સદરી એકટીવા મોપેડના વાહન માલિકની વિગત મેળવી ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે ગુનાના કામે સંડોવાયેલ આરોપીની માહિતી મેળવતા આ કામે હર્ષદભાઇ નરોત્તમભાઇ ચૌહાણ રહે. વેડપુર તા. વાધોડીયા જિલ્લો વડોદરા નાઓ હોવાનુ જણાય આવતા આરોપીનુ લોકેશન મેળવી કવાંટ પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફને સદરી આરોપીની તપાસમાં મોકલેલ હતા અને વાધોડીયાના વેડપુર ગામે જઈ સદરી આરોપીના ઘરની માહિતી મેળવી વોચ રાખી આરોપી હર્ષદભાઈ નરોત્તમભાઈ જાતે ચૌહાણ ઉવ. ૨૪ રહે. વેડપુર તા. વાધોડીયા જિલ્લો વડોદરા નાઓને પકડી પાડેલ છે. આમ કવાંટ પોસ્ટેમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશમાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા કવાંટ પોલીસ ને સફળતા મળેલ છે અને આ કામે સંડોવાયેલ સહ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


