Gujarat

કૃષિ કાયદાના વિરોધ પર વિપક્ષને પીએમ મોદી આડા હાથે લીધા

નવી દિલ્હી
‘બૌદ્ધિક બેઈમાની’ અને ‘રાજકીય છળકપટ’ નો આરોપ લગાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દાયકાઓ પહેલા જે લાભ નાગરિકોને મળવા જાેઈતા હતા તે તેમના સુધી પહોંચાડવા માટે કઠિન અને મોટા ર્નિણયો લેવાની જરૂર છે. કૃષિ કાયદાઓનો મજબૂત બચાવ કરતા મોદીએ કહ્યું કે આ એક વાત છે કે જાે કોઈ રાજકીય પક્ષ વચન આપે અને તેને પૂર્ણ કરવામાં અસમર્થ હોય. બીજી બાજુ “વિશેષ રૂપે અનિચ્છનીય” અને “ઘૃણાસ્પદ” વિશેષતા શું છે. આમાંથી કેટલાક પક્ષોએ વચનો આપ્યા હતા અને હવે તેઓએ તેમની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા સુધારા પર યુ-ટર્ન લીધો છે. પોતાના દ્વારા આપવામાં આવેલા વચનો પર જ દુર્ભાવનાપૂર્ણ ખોટી સૂચના ફેલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *