મુંબઇ
સામંથા કારકિર્દી માટે મુંબઇ સ્થાયી થવા ઇચ્છે છે તેવી પણ એક અફવા હતી.આ સંબંધે સામંથાને પુછતા તેણે જણાવ્યું હતું કે,આવી અફવાઓ ક્યાંથી આવે છે તે જ મને સમજાતું નથી.હૈદરાબાદ તો મારું ઘર છે અને હંમેશા રહેવાનું છે. હૈદરાબાદ મને સઘળું આપી રહ્યો છે હું અહીં બહુ આનંદમાં અને સંતુષ્ટ છું હું ક્યાંય જવાની નથી. સામંથા અક્કિનેની અને નાગાચૈતન્ય છુટાછેડા લેવાના છે તે વાત થોડા દિવસોથી ચર્ચામાં હતી. હવે તાજા અપડેટના અનુસાર, આ યુગલ કાયમી માટે છુટુ થઇ જવાનું છે. જેની પુષ્ટિ સામંથાએ સોશિયલ મીડિયા પર કરી છે.સામંથાએ નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. જેમાં લગભગ રૂપિયા દસ કરોડ ખર્ચો કરવામાં આવ્યો હતો. તેમના લગ્ન ભવ્ય રીતે થયા હતા પરંતુ આ લગ્ન ચાર વરસ સુધી પણ ચાલ્યા નહીં. કહેવાય છે કે, બન્ને પરિવારે તેમની વચ્ચે સુલેહ કરવાના ભરપુર પ્રયાસ કર્યા હતા. તેમની કાઉન્સલિંગ પણ કરવામાં આવી હતી, છતાં તેમની વચ્ચેની તાણનો અંત આવ્યો નહીં. સામંથાએ સોશિયલ મીડિયાના પોતાના શુભચિંતકોને ઉદ્દેશીને શેર કર્યું છે કે, પુષ્કળ વિચાર-વિમર્શ પછી ચાઇ અને મેં પોતપોતાના રસ્તા પર ચાલવા માટે પતિ-પત્ની તરીકે છુટા થવાનો ર્નિણય લીધો છે. અમે ભાગ્યશાળી છીએ કે,એક દસકાથી અધિક અમારી દોસ્તી અમારા સંબંધોનું મૂળ હતી અને અમને વિશ્વાસ છે કે, અમારી વચ્ચે હંમેશા એક વિશેષ બંધન રહેશે. અમે અમારા પ્રશંસકો, શુભચિંતકો અને મીડિયાને અનુરોધ કરીએ છીએ કે,આ કઠિન સમય દરમિયાન અમારું સમર્થન કરશો અને અમને પ્રાઇવસી પ્રદાન કરશો જેની અમને આગળ વધવા માટે આવશ્યક્તા છે. તમારા સમર્થન માટે ધન્યવાદ. સામંથા અને નાગા ચૈત્યનના છૂટાછેડાની અફવાઓ કેટલાય સમયથીચાલી રહી છે. આ ચર્ચા ત્યારથી શરૂ થઇ હતી જ્યારથી સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને એસ કરી નાખ્યું હતું. બન્નેનું છૂટા પડવાનુ ંકારણ સામંથા અક્કિનેની કારકિર્દી પ્રત્યે વધુ ગંભીર હતી. તે ફિલ્મો તેમજ ફોટોશૂટ માટે બિનધાસ્ત બોલ્ડ તસવીરો પડાવતી હતી જે નાગા ચૈતન્યા અને તેના પરિવારને પસંદ નહોતું.વાત તો એવી પણ છે કે સામંથાએ પતિ નાગા ચૈતન્યથી છુટા પડવા માટે રૂપિયા ૫૦ કરોડની એલિમની લેવાની છે.


