Gujarat

મુંદ્રા પોર્ટ પર ૧.૫ કરોડના દાણચોરીના જથ્થા સાથે બે લોકોની ધરપકડ

ભુજ
કચ્છના મુંદ્રા પોર્ટ પર ફરી ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરી. ચીનથી આવતા ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ સહિત ઈ-સિગારેટનો ૮૦ કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ બે આરોપી રાજેશ નખુઆ અને રાહુલ ભાનુશાલીની ધરપકડ કરી છે. દાણચોરી કરીને લાવવામાં આવેલા માલની કિંમત અંદાજિત ૧.૫ કરોડ જાહેર કરાઈ હતી. જેની સામે જે માલ ગેરકાયદે રીતે લાવવામાં આવ્યો તેની કિંમત ૮૦ કરોડ આંકવામાં આવી છે. ડ્ઢઇૈં એ ભારતીય કસટમ્સ એક્ટ ૧૯૬૨ની જાેગવાઈ હેઠળ માલ સામાન જપ્ત કર્યો છે. ડીઆરઆઇની તપાસ દરમિયાન સામે આવ્યું કે આયાતકાર રજિસ્ટર્ડ કરવામાં આવેલી જગ્યા પર કોઈ જ વસ્તુ નથી. અગાઉ પણ આવા માલની દાણચોરી માટે ડમી આયાતકારનો ઉપયોગ કરાયો હતો. હાલ ડ્ઢઇૈંએ કિંમતી સામાન સાથે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીઆરઆઇની તપાસ દરમિયાન એપલ કંપનીના ૩૩,૧૩૮ પીસ એરપોડ્‌સ અને બેટરીઝ, ૪૮૦૦ ઈ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે. સાથે સાથે ૭.૧૧ લાખ નંગ મોબાઈલ, ઈલેક્ટ્રોનિક સામાન તેમજ એસેસરીઝમાં મોબાઈલ બેટર, વાયરલેસ કીટ, લેપટોપની બેટરી પણ મળી આવી છે. તો ૨૯,૦૭૭ નંગ બ્રાન્ડેડ શૂઝ અને કોસ્મેટિક આઈટમ, ૫૩,૩૮૫ નંગ બ્રાન્ડેડ ઘડિયાળ, ૫૮,૯૨૭ નંગ ઓટોમોબાઈલ પાર્ટ્‌સ જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સીઝ કરેલા સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફુટવેર તરીકે ખોટી રીતે જાહેર કરી દાણચોરી કરવામાં આવી રહી હતી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *