Gujarat

જૂનાગઢના શીલ ગામે ખાણ ખનિજ વિભાગની રેડ, મોટી સંખ્યામાં ચકરડીઓ – ગેરકાયદેસર ખોદાતા ખાડાઓ ઝડપાયા

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના શીલ ગામે છેલ્લા ઘણાં સમયથી ગેર કાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હતી જેને લઇ આજે શીલ ગામે ખાણખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો જેમાં પથ્થર કાપવામાં વપરાતી ૨૧ ચકરડીઓ, ૧ હીટાચી મશીન જે ચાર જગ્યાએ ગેર કાયદેસર ખાણના ખાડાઓ કબ્જે કરી આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે મશીનો ચકરડીઓ પકડાઈ છે જેમાં પાવર ક્યાંથી આવતો હતો તેમજ આ ખાડાઓ કોણ ખોદકામ કરે છે જેની પણ તપાસ થવી જરૂરી છે. જ્યારે આવા ગેર કાયદેસર ખનન કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઊઠી છે. હાલ આ વર્ષની ચૂંટણી બાદ સૌથી મોટી રેડ થતાં ખનિજ માફીયાઓમા ફફડાટ ફેલાયો છે. ખાસ જાે વાત કરીએ તો માધવપુરથી ચોરવાડ સહીતના દરીયાઈ કીનારા ઉપર ખાણો ધમધમતી જાેવા મળેછે ત્યારે હજુ પણ ચોરવાડ કુકસવાડા સહીતનાં વિસ્તારોમાં તટસ્થ તપાસ થાય તો હજુ પણ મોટી સંખ્યામાં આવી ગેરકાયદેસર ખાણો પકડાઇ તેવીપણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *