Gujarat

વડોદરામાં અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનાર ૨૮ વેપારીઓ પાસેથી ૪.૨૩ લાખનો દંડ વસૂલાયો

વડોદરા
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. નાપાસ થયેલ નમૂનાઓ માટે જે-તે ફુડ બિઝનેસ ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અખાદ્ય ચીજવસ્તુઓનંિ વેચાણ કરનાર પ્રકાશ બેકરી સહિત ૨૮ વેપારીઓ પાસેથી ૪.૨૩ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓક્સિર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ફુડ સેફટી એન્ડ ૨ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે નમૂનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. લેબોરેટરીનાં પૃથ્થકરણ રીપોર્ટ આધારે સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થયા હતા. જે નમૂનાઓમાં એજ્યુકેટીંગ ઓફિસ૨ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. નિકાલ કરવામાં આવેલા કેસોમાંથી ૨૮ કેસોમાં જે તે ફુડ બિઝનેસ ઓપરેટર તથા પેઢીને મળી કુલ રૂપિયા ૪,૨૩,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *