Delhi

પૂર્વ અંતરિક્ષ યાત્રી ૯૩ વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા, ટિ્‌વટર પર પોતાના લગ્નની જાહેરાત કરી

નવીદિલ્હી
પૂર્વ અંતરિક્ષ યાત્રી એડવિન બઝ એલ્ડ્રિન (ઈઙ્ઘુૈહ “મ્ેડડ” છઙ્મઙ્ઘિૈહ) જાે ક્રૂમેટ નીલ આર્મસ્ટ્રોંગ (દ્ગીૈઙ્મ છદ્બિજંિર્હખ્ત) બાદ ૧૯૬૯માં ચંદ્ર પર પગ રાખનારો બીજાે વ્યક્તિ બન્યો, તેણે શુક્રવારે પોતાના ૯૩માં જન્મદિવસ પર પોતાના લાંબ સમયની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. એડવિને ટિ્‌વટર પર પોતાના લગ્નની જાહેરાત કરી હતી. એલ્ડ્રિને લખ્યું, મારા ૯૩માં જન્મદિવસ પર અને મને લિવિંગ લેજેંડ્‌સ ઓફ એવિએશન દ્વારા પણ સન્માનિત કરવામાં આવશે, મને આ ઘોષણા કરતા ખુથી થઈ રહી છે કે મારા લાંબા સમયના પ્રેમ ડો. એંકા ફોર અને હું લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. અમે લોસ એંજિલ્સમાં એક નાના એવા લગ્ન સમારંભમાં જાેડાયા હતા. એલ્ડ્રીને ટક્સીડોમાં પોતાની બે તસ્વીરો પોસ્ટ કરી છે. એલ્ડ્રીને શુક્રવારે અન્ય એક ટિ્‌વટમાં ચાહકો તરફથી જન્મદિવસની આપવામાં આવેલા શુભકામનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂલાઈ ૧૯૬૯માં મિશન કમાંડર આર્મસ્ટ્રોંગ, ચંદ્ર મોડ્યુલ પાયલટ બઝ એલ્ડ્રીન અને કમાંડ મોડ્યૂલ પાયલટ માઈકલ કોલિન્સે ચંદ્રમા પર લગભગ ૨.૫ લાખ માઈલની યાત્રા પર અપોલો ૧૧માં ઉડાન ભરી હતી. તેમને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં ચાર દિવસ લાગ્યા હતા. આર્મસ્ટ્રોંગ ૨ કલાક ૩૨ મીનિટ સુધી ચંદ્રમાની સપાટી પર રહ્યા અને તેમનો પીછો કરનારા એલ્ડ્રીને લગભગ ૧૫ મીનિટથી ઓછો સમય વિતાવ્યો. બે અંતરિક્ષ યાત્રીઓએ અંતરિક્ષ યાનમાં પરત ફરતા પહેલા એક અમેરિકી ધ્વજ લગાવ્યો, ચંદ્રમાની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા. તેમણે ઓવલ ઓફિસથી રેડીયોના માધ્યમથી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન સાથે પણ વાત કરી હતી.

Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *