Gujarat

ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ઉપક્રમોનું રિહર્સલ કરાયું

૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી વંથલી ખાતે થનાર છે. ત્યારે ૨૬મી જાન્યુઆરીના પૂર્વે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ઉપક્રમોનું તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આમ, આ રાષ્ટ્રીય પર્વ શાનદાર ઉજવણી માટે  પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

    નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી.બાંભણિયા અને આસીસ્ટન્ટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરીના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રીય પર્વની ગરિમામય અને સૂચારૂ રીતે ઉજવણી થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

   ઉપરાંત રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં યોગ્ય તાલમેલ જળવાઇ રહે તે માટે જરૂરી સંકલન પણ રિહર્સલ દરમિયાન કરવામાં આવ્યું હતું.

Rearsal6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *